ઓપરેટર તેમજ સુપરવાઇઝરોને તાલીમ આપવાની હોવાથી કામગીરી બંધ રહેશે
મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે તમામા આધારકાર્ડ કેન્દ્રો બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે. મનપાના જણાવ્યા મુજબ તમામ આધાર કેન્દ્રો ખાતે ફરજ બજાવતાં આધાર ઓપરેટર તેમજ સુપરવાઈઝરો માટેની તાલીમ સબબ તા.06/02/2026ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના તમામ આધાર કેન્દ્રોની કામગીરી બંધ રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ આધાર કેન્દ્રો ખાતે ફરજ બજાવતાં આધાર ઓપરેટર તેમજ સુપરવાઈઝરો માટેની તાલીમ, વિષય:- Universal client for master trainers by uidai,, તા.06/02/2026- શુક્રવારના રોજ કલેકટર કચેરી રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. આ તાલીમ તમામ આધાર ઓપરેટર તેમજ સુપરવાઈઝરો માટે ખુબ જરૂૂરી હોઈ, અત્રેની કચેરી હેઠળના તમામ આધાર કેન્દ્રો તા.06/02/2026-શુક્રવારના રોજ બંધ રહેશે, જેની જાહેર જનતાને જાણ લેવા આથી અનુરોધ કરવામાં આવે છે.
