દારૂૂ દૈત્ય બન્યો હોય તેમ જસદણના ઝુંડાળા ગામે ખેત મજુરી આવેલા આધેડે દારૂૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. આધેડનું મોત નિપજતા પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણના ઝુંડાળા ગામે ખેત મજૂરી અર્થે આવેલા શીલદાર રતનસિંહ ચૌહાણ નામના 50 વર્ષના આધેડ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી. આધેડને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આટકોટ પોલીસને જાણ કરતા આટકોટ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. આટકોટ પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી આધેડને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક આધેડ મધ્યપ્રદેશના વતની હતા અને તેને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. આધેડે દારૂૂના નશામાં ઝેરી દવા પી લેતા મોત મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આટકોટ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
