દારૂએ માળો પિંખ્યો: જામનગરમાં પત્ની સાથે ડખ્ખો થતા પતિનો આપઘાત

જામનગર શહેર સી-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના મહાલક્ષ્મી બંગલોઝ વિસ્તારમાં એક યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. નશો કરવા બાબતે…

જામનગર શહેર સી-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના મહાલક્ષ્મી બંગલોઝ વિસ્તારમાં એક યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. નશો કરવા બાબતે પત્ની સાથે વારંવાર થતી માથાકુટના કારણે પગલુ ભર્યાનું ખુલ્યું છે. પોલીસમાંથી મળતી વિગતો મુજબ જામનગરના સાંઢીયાપુલ પાસે આવેલા મહાલક્ષ્મી બંગલો-4, મકાન નં. 52-બી ખાતે ગઇકાલે બન્યો હતો.

બનાવ અંગે પરેશભાઈ ચનાભાઈ સીતાપરા, ઉંમર 40, ધંધો મજૂરી, રહે. મહાલક્ષ્મી બંગલો-4, સાંઢીયાપુલ, જામનગર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતકનું નામ વિજયભાઈ જેરામભાઈ માંડાણી, ઉંમર 23, ધંધો મજૂરી, રહે. મહાલક્ષ્મી બંગલો-4, સાંઢીયાપુલ, જામનગર હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક તપાસ મુજબ મૃતકને નશો કરવાની ટેવ હતી, અને ગઈકાલે પત્ની માનસી સાથે બોલાચાલી થતાં પત્ની ઘરેથી જતી રહી હતી. આ બાબતનું મનમાં લાગી આવતાં યુવકે ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એચ.એ. પરમાર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જામજોધપુરમાં ગળાની બીમારીથી કંટાળી19 વર્ષીય યુવકનો આપઘાત
જામજોધપુર પોલીસ મથક હેઠળ ઘાસ ના ગોદામ પાસે આવેલા મામાદેવના મંદિર નજીક 19 વર્ષીય યુવકે ગળાની બીમારીથી કંટાળી ઝેરી ટીકડા પી લેતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મૃતકની ઓળખ વિશાલ પ્રવીણભાઈ ઉર્ફે પરબતભાઈ ધંધુકીયા (ઉ.વ.19), (રહે. ઘાંસના ગોડાઉન પાસે, જામજોધપુર) તરીકે થઈ છે. બનાવ અંગે તેમના પિતા પ્રવીણભાઈ ઉર્ફે પરબતભાઇ ધંધુકીયાએ પોલીસને જાણ કરી હતી. પોલીસ નોંધ મુજબ, મૃતકને છેલ્લા થોડા સમયથી ગળામાં દુખાવાની તકલીફ રહેતી હતી અને ઉપલેટાની કૃષ્ણા હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી. દરમિયાન તેમને ગળામાં કેન્સર હોવાની શંકા રહેતી હતી, તેમજ જમવામાં પણ તકલીફ પડતી હોવાથી માનસિક રીતે કંટાળી જઈ ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી લીધા હતા. આ બનાવની વધુ તપાસ પો.હેડ કોન્સ્ટેબલ આર.કે. કંડોરીયા ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *