ઉપલેટામાં ખેતમજૂરોની બેઠક, આવેદનપત્ર આપ્યું

ઉપલેટા ખાતે ખેતીકામ કરતા સેંકડો ભાગ્યા કામદારો અને પરપ્રાંતીય ખેત મજુરોએ પોતાની પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો હતો. ગત વર્ષે સૌરાષ્ટ્રમાં થયેલી અતિવૃષ્ટિના…

ઉપલેટા ખાતે ખેતીકામ કરતા સેંકડો ભાગ્યા કામદારો અને પરપ્રાંતીય ખેત મજુરોએ પોતાની પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો હતો. ગત વર્ષે સૌરાષ્ટ્રમાં થયેલી અતિવૃષ્ટિના કારણે પાયમાલ થયેલા મજૂર પરિવારોને હજુ સુધી યોગ્ય વળતર ન મળતા, 500 થી 600 જેટલા મજૂરો અને તેમના આગેવાનોએ મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા અને મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

અહીંયાની મુખ્ય પ્રશ્નની વાત કરતા જણાવ્યું કે અતિવૃષ્ટિનું વળતર અને આર્થિક બોજ બાબતે રજુઆત કરવામાં આવી છે જેમાં આવેદનપત્રમાં મુખ્યત્વે જણાવવામાં આવ્યું છે કે, ગત વર્ષે થયેલા ભારે વરસાદ અને અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ જતા ભાગ્યા કામદારોની હાલત કફોડી બની છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું રાહત પેકેજ વાસ્તવિક રીતે ખેતર ખેડતા ભાગ્યાઓ સુધી પહોંચ્યું નથી. આ ઉપરાંત, ’હાઈથે’ (વાર્ષિક નક્કી કરેલ રકમ) પર કામ કરતા મજૂરોને માલિકોને નાણાં ચૂકવવાના હોય છે, પરંતુ પાક ન થવાથી તેઓ દેવામાં ડૂબ્યા છે. આથી, આ તમામ શ્રમિકોને સીધું વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ખેત મજૂરોએ તેમની સુરક્ષા અને જીવનનિર્વાહ માટે કુલ 8 મુદ્દાઓ પર ભાર મૂક્યો છે જેમાં નિવાસની સીમ વિસ્તાર કે ગામમાં મજૂર પરિવારો માટે સુરક્ષિત રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવે, યુ.પી., એમ.પી. કે બિહાર જેવા રાજ્યોમાંથી આવતા બાળકોના અભ્યાસમાં મુશ્કેલી ન પડે તે માટે શિક્ષણમાં સમાનતા અને સ્થાનિક સ્તરે સ્કોલરશીપની સુવિધા મળે, અન્ય રાજ્યના શ્રમિકોને પણ સ્થાનિક સસ્તા અનાજની દુકાનેથી રાશન મળે તેવી વ્યવસ્થા ઊભી કરવી, ખેતરોમાં રહેતી મહિલાઓ અને બાળાઓનું શોષણ અટકે તે માટે કડક સુરક્ષા અને પ્રોટેક્શન મળે, કામ દરમિયાન કોઈ મજૂરનું મૃત્યુ થાય તો તેના પરિવારને તાત્કાલિક આર્થિક સહાય પૂરી પાડવામાં આવે, શ્રમિકોના રઝળતા બાળકોને કપડાં, ભોજન અને શિક્ષણની કીટ આપવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *