જામનગર રોડ ઉપર બે જીવલેણ અકસ્માત બાદ તંત્ર દોડ્યું, બે ઓવરલોડ ડમ્પર જપ્ત

રાજકોટ શહેરમાં જામનગર રોડ ઉપર ગઈકાલે સર્જાયેલા બે ગંભીર અને જીવલેણ અકસ્માતો બાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. આ ગોઝારા અકસ્માતોને પગલે તંત્ર દ્વારા માર્ગો…

રાજકોટ શહેરમાં જામનગર રોડ ઉપર ગઈકાલે સર્જાયેલા બે ગંભીર અને જીવલેણ અકસ્માતો બાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. આ ગોઝારા અકસ્માતોને પગલે તંત્ર દ્વારા માર્ગો પર દોડતા ભારે અને ઓવરલોડ વાહનો સામે લાલ આંખ કરવામાં આવી છે. જેના ભાગરૂૂપે આજે રાજકોટ ભૂસ્તરશાસ્ત્રી વિભાગની ટીમ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

શહેરની માધાપર ચોકડી નજીકથી ગેરકાયદેસર રીતે ઓવરલોડ ખનીજનું વહન કરતા બે મોટા વાહનોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ બંને કાર્યવાહીમાં કુલ રૂૂ. 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કસૂરવારો સામે કડક કાયદાકીય રાહે પગલાં લેવામાં આવ્યા છે.

મહત્વનું એ છે કે ગઈકાલે શહેરના જામનગર રોડ પર અવરલોડ વાહનના કારણે અલગ અલગ બે અકસ્માત પણ બે લોકોને મોત નીપજ્યા હતા. માધાપર ચોકડી નજીક અવારનવાર અકસ્માત સર્જાતા હોય અને નિર્દોષ લોકોનો પગ લેવાતો હોય છે પરંતુ તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી કરવા બનાવતા બે ભાગ શહેરમાં ચાલી રહેલા ઓવરલોડ નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *