વાવડીથી હાફ રિંગરોડ પર જનતા લોકાર્પણની ચીમકી બાદ અંતે ડિવાઇડર લાઇટનું થયું લોકાર્પણ

રાજકોટમાં ચૂંટણી અને એ પછી મનપામાં મેયર સહિતના શાસકોની પસંદગી મોડી થતા શહેરના અનેક એવા કામ છે કે જે પુર્ણ થઇ જવા છતા લોકો સુવિધા…

રાજકોટમાં ચૂંટણી અને એ પછી મનપામાં મેયર સહિતના શાસકોની પસંદગી મોડી થતા શહેરના અનેક એવા કામ છે કે જે પુર્ણ થઇ જવા છતા લોકો સુવિધા માટે વલખા મારી રહ્યા છે. નવા પદાધિકારીઓના ફોટોસેશનની લ્હાયમાં માત્ર સાંઢિયા પુલ જ નહીં પણ વાવડી ગેટથી નવા દોઢસો ફૂટ રિંગરોડ પર ડિવાઇડર પરની સેન્ટ્રલ લાઇટીંગનુ લોકાર્પણ પણ ટલ્લે ચડયુ હતુ. કામ પુર્ણ થવા છતા લાઇટ ચાલુ કરવામા આવતી ન હતી. અંતે આસપાસના રહેવાસીઓની ધીરજ ખૂટતા મનપાને એવી ચીમકી આપી છે કે, અઠવાડિયામાં જો આ સેન્ટ્રલ લાઇટ ચાલુ નહીં થાય તો જનતા લોકાર્પણ કરી નાખવામા આવશે.

વિસ્તારના આગેવાનો જાતે જ લાઇટનો ઘોડો પાડી દેશે! આ ચીમકીના પગલે અંતે સેન્ટ્રલ ડિવાઇડર લાઇટીંગનું લોકાર્પણ આજે મેયર ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટે.ચેરમેન પરેશભાઇ પીપળિયા, શાસક પક્ષના નેતા હિરેનભાઇ ખીમાણિયા અને દંડક સંજયસિંહ રાણા તેમજ આ વિસ્તારના નગરસેવકોની ઉપસ્થિતિમાં કરવામા આવ્યુ હતુ.વાવડી ગામના ગેટથી 150 ફૂટ રિંગરોડ સુધીના માર્ગના મધ્યભાગમાં કુલ 43 નંગ સેન્ટ્રલ લાઇટિંગ પોલઉભા કરવામાં આવ્યા છે. આ પોલ પર કુલ92 નંગ 90 વોટ ક્ષમતાવાળા આધુનિક એલઇડી સ્ટ્રીટલાઈટ ફિક્સરસ્થાપિત કરવામાં આવ્યા છે. આ સમગ્ર કામગીરી પાછળ અંદાજેરૂૂ. 21 લાખનો ખર્ચકરવામાં આવ્યો છે.

વાવડી રોડ શહેરના ઝડપી વિકાસ પામી રહેલા વિસ્તારોપૈકીનો એક માર્ગ છે. આ માર્ગ પરથી રોજિંદા મોટી સંખ્યામાં વાહનચાલકો, વિદ્યાર્થીઓ, વેપારીઓ તથા સ્થાનિક નાગરિકોની અવરજવર રહે છે. અગાઉ રાત્રિના સમયે પૂરતી પ્રકાશ વ્યવસ્થા ન હોવાને કારણે કેટલીક અસુવિધાઓનો સામનો કરવો પડતો હતો. લોકાર્પણ પ્રસંગે મેયર ડો.નેહલ શુકલ, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી યોગેન્દ્રસિંહ જાડેજા, વોર્ડ નં.12ના કોર્પોરેટર ડો.પ્રદિપ ડવ, કિશનભાઈ ટીલવા, કિરણબેન હરસોડા, જયશ્રીબા જાડેજા, વોર્ડ પ્રભારી નરસિંહભાઈ કાકડીયા, પ્રમુખ જયેશભાઈ પંડ્યા, મહામંત્રી ધીરજભાઈ મુંગરા, મનસુખભાઈ વેકરીયા, રાજદીપસિંહ જાડેજા, યોગરાજસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા, સંગઠનના હોદ્દેદારઓ, વોર્ડના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *