હડમતિયા ગોલીડાની નવી શરતની જમીનનો સોદો કર્યો, જૂની શરતમાં ફર્યા બાદ પરિવારે દસ્તાવેજ નહીં કરી દેતા પોલીસમાં ફરિયાદ
રાજકોટ તાલુકાના હડમતિયા ગોલીડા ગામે આવેલી નવી શરતની ખેતીની જમીન જૂની શરતમાં ફેરવી આપવાની શરતે રૂપિયા 35 લાખમાં વેચાણ સાટાખાત કરી રૂપિયા 16 લાખ લઇ લીધા બાદ આ જમીન જૂની શરતમાં ફેરવ્યા બાદ કીંમત વધી જતા આરોપી પરિવારે બીજાને જમીનનો દસ્તાવેજ કરી છેતરપીંડી આચરી હતો અને ફરિયાદીને જમીન પર પગ મૂકયોતો જાન થી મારી નાખ્સુ તેવી ધમકી આપી હતી.આ અંગે કીડવાઇ નગરમાં રહેતા વિપ્રો કંપનીના સેલ્સ એક્ઝીક્યુટીવની ફરિયાદ પરથી હડતિયા ગોલીડા ગામે રહેતા પરિવારના ચાર શખ્સો અને જમીન ખરીદનાર ડેરોઇ ગામના શખ્સ વિરૂદ્ધ છેતરપીંડી ફરિયાદ નોંધાવતા આજીડેમ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાણવા મળતી વિગત મુજબ કીડવાઇ નગર મેઇન રોડ પર સોમનાથ સોસાયટી શેરીનં.5માં રહેતા અને વિપ્રો કંપનીમાં એરીયા સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે નોકરી કરતા આશુતોષભાઇ મનસુખભાઇ રાયઠઠા ઉમર વર્ષ 40એ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હડમતિયા ગોલીડા ગામે રહેતા દેવાભાઇ રામભાઇ મીર, જીણાભાઇ રામભાઇ મીર, રામાબેન રામભાઇ મીર, જલુબેન ઉર્ફે જાનુબેન રામભાઇ મીર અને રાજકોટ તાલુકાના ડેરોઇ ગામે રહેતા છગનભાઇ સોરઠીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના માતા કુંદનબેન મનસુખલાલ રાયઠઠાએ વર્ષ 2021માં આરોપીઓ પાસેથી હડમતિયા ગોલીડા ગામની રેવન્યુ સર્વે નંબર 110 પૈકી 5ની જીરાયત સત્તા પ્રકારની નવી શરતની પાંચ એકર અગીયાર ગુઠા જમીનનો રૂપિયા 35 લાખમાં સોદો કરી રૂપિયા સોળલાખ આપ્યા હતા. જેમાં રૂપિયા 12 લાખ રોકડા અને ચાર લાખ ચેકથી આપેલા હતા. બાદમાં બાકી રહેતી રૂપિયા 19લાખની રકમ જૂની શરતમાં ફેરવયા બાદ 30 દિવસમાં આપવાની અને વેચાણ દસ્તાવેજ કરી આપવાનુ વચન આપ્યુ હતુ.
ત્યારબાદ આરોપીઓએ આ જમીન નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવ્યા બાદ જમીનના ભાવ વધી જતા વધુ ભાવ મળવાની લાલચે આ જમીનનો વેચાણ દસ્તાવેજ ડેરોઇ ગામના છગનભાઇ જાદવભાઇ સોરઠીયાને કરી આપી આ જમીન વેચી નાખી હતી. ત્યારબાદ ફરિયાદના માતાનુ તા.8-8-2022ના અવસાન થતા ફરિયાદીએ સીધી લીટીના વારસદાર તરીકે દાવો દાખલ કર્યો હતો. આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપવા આરોપીઓને જણાવતા ગાળો આપી જમીન પર પગ મુકયો છે કે, તે સંબંધે કોઇ કાર્યવાહી કરી છે. તો જાનથી મારી નાખશુ તેવી ધમકી આપી હતી. જેથી આ અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે મહિલા સહિત પાંચ આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
