વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરાના કાર્યક્રમમાં ચોંકાવનારી રીતે Gen Zની હાજરી વચ્ચે ’ધુરંધર’ના ગીત પર મંચની સામેની બાજુથી એન્ટ્રી લીધી હતી. નવા તેવર અને કલેવરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ બાદ હવે કોંગ્રેસના ખેમામાંથી મોટું અપડેટ સામે આવ્યું છે.
સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ પાર્ટીએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ’છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમ માટે અમદાવાદની પસંદગી કરી છે. ગુજરાતના નવા પ્રભારી રણદીપ સુરજેવાલાની પ્રથમ મુલાકાત બાદ રાહુલ ગાંધીના ગુજરાત આવવાનો કાર્યક્રમ નક્કી થઈ ગયો છે. કોંગ્રેસે છાત્રો કી ગૂંજના ગુજરાત કાર્યક્રમ માટે આંતરિક સ્તરે તૈયારીઓ શરૂૂ કરી દીધી છે.
રાહુલ ગાંધીએ ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના કોટાથી છાત્રો કી ગૂંજ કાર્યક્રમની શરૂૂઆત કરી હતી. તેમનો આ કાર્યક્રમ 17 જૂને યોજાયો હતો. ત્યારબાદ તેમણે ઓગસ્ટમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કાર્યક્રમ કર્યો હતો. 22 ઓગસ્ટે રાહુલ ગાંધીએ પુણેમાં કાર્યક્રમ કર્યો હતો. તેમાં તેમણે વિદ્યાર્થિનીઓ સાથે સંવાદ કર્યો હતો. રાહુલ ગાંધીનો આગામી છાત્રો કી ગૂંજ કાર્યક્રમ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં પ્રસ્તાવિત છે. કાર્યક્રમ માટે તૈયારીઓ અને રજિસ્ટ્રેશન ચાલુ છે. પીએમ મોદીએ વડોદરામાં પોતાના પ્રથમ ’નમો 4 વિકસિત ભારત’ કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું નામ લીધા વિના હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ખોટાથી ભ્રમિત કરનારા દરેક ચોક પર મળી જશે, પરંતુ ભારતનો યુવાન સત્યની હુકારથી આગળ વધે છે.
કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે રાહુલ ગાંધી પોતાના કાર્યક્રમમાં ગુજરાતના વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ અને યુનિવર્સિટી સાથે કોલેજોમાં અભ્યાસના સ્તર ઉપરાંત નોકરીના મુદ્દાઓ ઉઠાવશે. કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારીની મુલાકાત બાદ આ દિશામાં કામ આગળ વધશે. નેતાએ કહ્યું કે અમદાવાદમાં છાત્રો કી ગૂંજ કાર્યક્રમ યોજવાની તૈયારી રાજ્ય એકમ દ્વારા કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર માહિતી શેર કરવામાં આવશે.
