પાકિસ્તાનની મધ્યસ્થી નિષ્ફળ જતાં હવે પુતિન મેદાનમાં

ઇરાની રાષ્ટ્રપતિ સાથે વાત કરી: આજે ટ્રમ્પ સાથે વાત કરશે રશિયન વડા: યુધ્ધ અટકાવવા છેલ્લી ઘડીના પ્રયાસો અમેરીકાના અહંકાર અને ભારેખમ શરતોની ઇરાનની જિદ વચ્ચે…

ઇરાની રાષ્ટ્રપતિ સાથે વાત કરી: આજે ટ્રમ્પ સાથે વાત કરશે રશિયન વડા: યુધ્ધ અટકાવવા છેલ્લી ઘડીના પ્રયાસો

અમેરીકાના અહંકાર અને ભારેખમ શરતોની ઇરાનની જિદ વચ્ચે ફસાયેલી ઇસ્લામાબાદમાં યોજાઇ ગયેલી કહેવાતી શાંતિવાર્તા આખરે સંપુર્ણ નિષ્ફળ જતાં અમેરિકાએ અખાતી યુધ્ધમાં ફરી સક્રીળ થઇને હોર્મુઝ પર પોતાનું સ્વામિત્વ સ્થાપિત કરવા ત્યાંથી પસાર થતા જહાજો પર ઇરાનની નાકાબાંધી ઉપરાંત પોતાની નાકાબંધી દાખલ કરી છે. જેથી હોર્મુઝ સામુદ્રધુનીથી આગળના દરિયાઇ ક્ષેત્ર પર અમેરિકી નૌકાદળે પોતાનો દબદબો જાળવીને યુધ્ધમાં એક નવા અધ્યાયની શરૂઆત કરાવી છે.

પાકિસ્તાનની મધ્યસ્થી હસ્તકની શાંતિવાર્તા નિષ્ફળ ગયા પછી રશિયન વડા વ્લાદિમિર પુતિને ઇરાનના રાષ્ટ્રપતિ મસુદ પેજશ્કિયાન સાથે ફોન પર લાંબી વાતા કરીને શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં પોતાની સહારાત્મક ભૂમિકા જાહેર કરી હતી અને અમેરિકા- ઇરાન વચ્ચે રશિયાની મધ્યસ્થીની દરખાસ્ત પણ કરી હતી. એમ માનવામાં આવે છે કે મધ્યસ્થી કરવામાં પાક નિષ્ફળ ગયા પછી અખાતી યુધ્ધમાં શાંતિ સ્થાપવા માટે ઇરાન પછી હવે પુતિન આજે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ વાત કરશે.

અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધવિરામ ટકાવી રાખવા માટે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યોજાયેલી મંત્રણા નિષ્ફળ ગઈ છે, ત્યારે હવે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવાની ઓફર કરી છે. પુતિને ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેજેશકિયાને ફોન કર્યો છે અને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, રશિયા આખા વિસ્તારમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં મદદ કરવા માટે તૈયાર છે. ક્રેમલિન તરફથી સત્તાવાર માહિતી અપાઈ છે કે, રશિયા અમેરિકા-ઈરાન વચ્ચેના વિવાદને વાતચીતથી ઉકેલવા અને મધ્ય-પૂર્વમાં ફરી શાંતિ સ્થાપવા ઈચ્છે છે.

અમેરિકા-ઈઝરાયેલે ઈરાન પર 28 ફેબ્રુઆરીથી હુમલાઓ શરૂૂ કરીને ભયાનક યુદ્ધ શરૂૂ કર્યું હતું, ત્યાર પછી 8મી એપ્રિલે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ પાકિસ્તાને મધ્યસ્થીની જવાબદારી માથે લીધી હતી, જેમાં આ યુદ્ધવિરામને ટકાવી રાખવા માટે ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિમંડળ વચ્ચે શનિવાર અને રવિવારે (તા.11-12) સતત બેઠકોનો દોર ચાલ્યો હતો.

જોકે હવે આ મંત્રણા નિષ્ફળ ગઈ છે, જેના કારણે ફરી યુદ્ધ શરૂૂ થવાના આશંકાઓ વધી ગઈ છે.
ઈસ્લામાબાદ બેઠક બાદ અમેરિકા પર વિશ્વાસ ન હોવાનો ઈરાને દાવો કર્યો છે. બેઠકને લઈને ઈરાન સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અનેક પોસ્ટ કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે, ઈરાન સારી નિયતથી વાતચીત કરવા આવ્યું હતું, જોકે અમેરિકા ઈરાનનો વિશ્વાસ હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું છે. ઈરાને સારી નિયતથી વાતચીત શરૂૂ કરી હતી, જોકે અગાઉ વિવાદોના કારણે અમેરિકા પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. છેલ્લા બે યુદ્ધના અનુભવના કારણે અમે બીજીતરફવાળા પર કોઈપણ ભરોસો નથી. ઈરાનના પ્રતિનિધિમંડળે બેઠકમાં રજૂ કરેલા પ્રસ્તાવ પર કોઈ ધ્યાન અપાયું નથી.

ઈરાની સ્પીકરે કહ્યું છે કે, ‘અમેરિકાએ અમારા તર્ક અને સિદ્ધાંતો સમજી લીધા છે, જોકે હવે એ સમય આવ્યો છે કે, અમેરિકા અમારો વિશ્વાસ જીતી શકે છે કે નહીં. અમે અમારા દેશના અધિકારને જાળવી રાખવા માટે સૈન્ય લડતનો ઉપયોગ કરવા માંગતા નથી, પરંતુ અમે ડિપ્લોમેસીને પણ માનીએ છે. ઈરાન પોતાની નેશનલ ડિફેન્સ ક્ષમતા વધારવાનો પ્રયાસો ચાલુ રાખશે.

પેટ્રોલના ઓછા ભાવની મઝા માણી લો પછી..
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું વાકયુદ્ધ હવે ગંભીર વળાંક લઈ રહ્યું છે. પાકિસ્તાનમાં શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની બંદરોની સૈન્ય નાકાબંધી કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતના જવાબમાં ઈરાને ’ઓઈલ વોર્નિંગ’ આપીને વિશ્વભરમાં તેલના ભાવમાં ભડકો થવાના સંકેત આપ્યા છે.ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકેર ગલીબાફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એકસ’ પર અમેરિકન ગ્રાહકોને નિશાન બનાવીને મોટી ચેતવણી આપી છે. તેમણે લખ્યું કે, “અત્યારે મળી રહેલા પેટ્રોલના ભાવનો આનંદ માણી લો. આ નાકાબંધીને કારણે ટૂંક સમયમાં તમને 4-5 ડોલરમાં મળતા પેટ્રોલની યાદ આવશે.” ગલીબાફનો ઈશારો સ્પષ્ટ છે કે જો અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ ઊભો કરશે, તો ઈંધણના ભાવ આસમાને પહોંચશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *