લગ્ન બાદ 4 દિવસ સાથે રહ્યા બાદ 14 વર્ષે ચૂકાદો આવ્યો; પત્નીને 10 હજાર ભરણ પોષણ ચૂકવવા હુકમ

જૂનાગઢની ફેમિલી કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં નિવૃત્ત બેંક અધિકારીને તેની પત્નીને દર મહિને ₹10,000નું ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ આદેશ તેમના લગ્નના 14 વર્ષ…

જૂનાગઢની ફેમિલી કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં નિવૃત્ત બેંક અધિકારીને તેની પત્નીને દર મહિને ₹10,000નું ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ આદેશ તેમના લગ્નના 14 વર્ષ બાદ આવ્યો છે, જ્યારે પત્ની માત્ર ચાર દિવસ જ પતિ સાથે તેમના વૈવાહિક ઘરમાં રહી હતી.

આ કેસ વર્ષ 2011માં શરૂૂ થયો હતો. તે સમયે 53 વર્ષીય બેંક અધિકારીએ એક 37 વર્ષીય મહિલા સાથે જૂનાગઢના ગાયત્રી મંદિરમાં હિંદુ રીત-રિવાજ મુજબ બીજા લગ્ન કર્યા હતા.પતિ વિધુર હતા અને તેમના બે દીકરા પરણી ગયેલા હતા.

જ્યારે પત્ની છૂટાછેડા લીધેલી હતી અને તેને અગાઉના લગ્નથી 13 વર્ષની દીકરી હતી.લગ્નના માત્ર 3-4 દિવસ પછી જ, પતિના પરિવારજનોએ તેમના લગ્ન અંગે ઝઘડો કરતા મહિલાને તેના માતાના ઘરે પાછા જવું પડ્યું હતું.ત્યારબાદ પતિ ક્યારેય તેને પાછી લેવા આવ્યા નહોતા અને તેમના ફોન પણ ટાળવા લાગ્યા હતા.પતિએ બાદમાં દાવો કર્યો હતો કે મંદિરમાં માત્ર સગાઈ થઈ હતી, લગ્ન થયા જ નહોતા.મહિલાએ પોતાના અને તેની સગીર પુત્રી માટે ઈઙિઈની કલમ 125 હેઠળ ભરણપોષણની માંગણી કરી હતી.વર્ષ 2013માં, જૂનાગઢ કોર્ટે પતિની દલીલોને સ્વીકારીને ભરણપોષણ મંજુર કર્યુ હતું.

મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી, જેણે જૂન 2025માં ફેમિલી કોર્ટના આદેશને રદ્દ કરીને આ મુદ્દે ફરીથી સુનાવણી કરવાનો નિર્દેશ આપ્યો હતો. ફરીથી સુનાવણી કર્યા પછી, ફેમિલી કોર્ટે માન્યું કે દંપતીના લગ્ન થયા હતા અને કહ્યું: જો સાથે રહેવાનો ઇનકાર કરવા માટે યોગ્ય આધાર હોય, તો પતિ દ્વારા બેદરકારી (ક્ષયલહયભિ)ં માની શકાય છે. આ કિસ્સામાં, અરજદારના મૌખિક પુરાવા દર્શાવે છે કે તેના પતિએ તેને છોડી દીધી છે, અને તે પોતાના બાળક સાથે અત્યંત દુ:ખદ જીવન જીવી રહી છે.

આ સંજોગો એ તારણ પર આવવા માટે પૂરતા છે કે વિરોધી-પતિ તરફથી ભરણપોષણની બેદરકારી અને ઇનકાર હતો. કોર્ટે પતિને તેની પત્નીનું ભરણપોષણ કરવા આદેશ આપ્યો હતો, પરંતુ સગીર પુત્રી માટે ભરણપોષણનો આદેશ આપ્યો નહોતો, કારણ કે તે પતિની જૈવિક પુત્રી નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *