સાડા ચાર દાયકા બાદ જનરલ બોર્ડ 5 કલાકથી વધુ ચાલ્યું

પાણીચોરી, સફાઇ કામદારોની ઘટ, ટીપી શાખાની શંકાસ્પદ કામગીરી, પ્રિ-મોન્સૂન કામગીરીના છીંડા, આવાસ, ખાડાઓ બૂરાયા બાદ પેચવર્કમાં થયેલા લોટ-પાણી અને લાકડાં, કોમર્શિયલ બિલ્ડિંગ બહાર પાર્કિંગની સમસ્યા…

પાણીચોરી, સફાઇ કામદારોની ઘટ, ટીપી શાખાની શંકાસ્પદ કામગીરી, પ્રિ-મોન્સૂન કામગીરીના છીંડા, આવાસ, ખાડાઓ બૂરાયા બાદ પેચવર્કમાં થયેલા લોટ-પાણી અને લાકડાં, કોમર્શિયલ બિલ્ડિંગ બહાર પાર્કિંગની સમસ્યા સહિતના પ્રશ્ને નગરસેવકોએ અધિકારીઓને ભીડવ્યા, મેયરે ‘બેલેન્સ જાળવ્યું’

રાજકોટ મનપાનું જનરલ બોર્ડ એટલે દેકારો અને બાપોમારી, ધાંધલ-ધમાલ! આવી જ કંઇક છાપ નવી પેઢીમાં છે. પણ એક સમય હતો જનરલ બોર્ડ પાંચ-છ કલાક ચાલતુ. વાત છે 1880-81ના અરસાની. એ વખતના મેયર સ્વ.અરવિંદભાઇ મણિયારના કાર્યકાળમાં સામાન્ય બોર્ડની કોઇ સમયમર્યાદા ન હતી. સાડા ચાર દાયકા બાદ મેયર ડો.નેહલ શુક્લના અધ્યક્ષ સ્થાને ગઇકાલે પાંચ કલાકથી વધુ જનરલ બોર્ડ ચાલ્યુ. જેમા ખુદ શાસકપક્ષના જ સભ્યો વિપક્ષની ભુમિકામાં આવી અધિકારીઓ પાસે કામગીરીનો ટુ ધી પોઇન્ટ હિસાબ લઇને બરોબરના ભીડવ્યા હતા. જનરલ બોર્ડમાં કોંગ્રેસના એક જ સભ્યના બે પ્રશ્ન હતા. તે સિવાય 35 સવાલો શાસકપક્ષ ભાજપના નગરસેવકોએ મુક્યા હતા.

પાણીચોરી, સફાઇ કામદારોની ઘટ, ટીપી શાખાની ગુનાહિત બેદરકારી-શંકાસ્પદ કામગીરી, પ્રિ-મોન્સુન કામગીરીમાં રહી ગયેલા છીંડા, આવાસ યોજના, જુદા જુદા કામ માટે ખાડા ખોદવામા આવ્યા બાદ પેચવર્ક કરવામા થયેલા લોટ-પાણી અને લાકડાં, કોમર્શિયલ બિલ્ડીંગ બહાર વાહન પાર્કિંગની સમસ્યા, શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં પાણી વિતરણના ધાંધિયા સહિતના પ્રશ્ને અધિકારીને સવાલોના ચક્રવ્યુહમાં ઘેરી લેવામા આવ્યા હતા. સભા અધ્યક્ષ મેયર ડો.નેહલ શુક્લે મોટાભાગના સવાલોની ઉંડાણપુર્વકની ચર્ચા કરવા માટે પર્યાપ્ય સમય આપ્યો હતો. જનરલ બોર્ડ સાડા પાંચ કલાક સુધી ચાલ્યુ હતુ. જુની પેઢીના માણસોને યાદ હશે કે સ્વ.અરવિંદભાઇ મણિયાર જ્યારે મેયર હતા ત્યારે આ રીતે લાંબો સમય સુધી સામાન્ય જનરલ બોર્ડ ચાલતુ હતુ.

મેયરે કેટલા પ્રોજેક્ટ અટકાવ્યા?’, વહીવટી વિભાગે આપ્યો બુધ્ધિપૂર્વકનો ‘રાજકીય જવાબ’
વિપક્ષના મહિલા નગરસેવકે એવો સવાલ મુક્યો હતો કે, મેયરે જે કામ અટકાવ્યા હોય તેનુ લિસ્ટ આપવામા આવે. વહીવટી વિભાગે એવો બુધ્ધિપુર્વકનો લેખિતમાં જવાબ આપ્યો છે કે, મેયરે પ્રોજેક્ટ અટકાવ્યા તે વાત તથ્યસંગત નથી. પ્રોજેક્ટને વહીવટી રીતે અગ્રતાક્રમ આપવામા આવ્યો છે.

15 સમિતિના ચેરમેન સોમવારે ખુરશી સંભાળશે, ભપકાદાર ખર્ચા કરશે કે સાદગીથી પદગ્રહણ?
હાલ મનપામાં કરકસરનો દોર ચાલી રહ્યો છે. લોકાર્પણ-ખાતમુર્હુત જેવા પ્રસંગ પણ સાદગીથી રાખવામા આવે છે. ત્યારે મનપાની 15 પેટા સમિતિના ચેરમેન સોમવારે ખુરશી સંભાળવાના છે. અત્યાર સુધી એવુ જોવા મળતુ આવ્યુ છે કે, સમિતિની ઓફિસ ફૂલહારથી સણગારવામા આવે. અબિલ-ગુલાલ અને ઢોલ નગારા સાથે પદગ્રહણ કરતા હોય. પણ હાલ કરકસરનો દોર ચાલી રહ્યો હોય સમિતિના ચેરમેન સુશોભન પાછળ ભપકાદાર ખર્ચા કરીને પદગ્રહણ કરશે કે પછી સાદગીપુર્ણ રીતે એ જોવાનું રહયુ.

ચોમાસામાં DI પાઇપલાઇનના ખાડામાં કોઈ પડે તો અધિકારીની જવાબદારી નહીં
ગુજરાત મિરર, રાજકોટ તા.26 : રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠકમાં સભ્ય જ્યોત્સનાબેન ટીલાળા દ્વારા એક સંવેદનશીલ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો. પ્રશ્ન હતો કે, જ્યાં ડી.આઈ. પાઇપ લાઇન નાખવામાં આવી હોય અને પેચવર્ક ન કરવામાં આવ્યું હોય ત્યાં ચોમાસામાં ગંદકી, ખાડા અને પાણી ભરાવાથી રોગચાળો ફાટી નીકળે અથવા કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની બને? આ પ્રશ્નના જવાબમાં એડી. સીટી એન્જીનીયર (સેન્ટ્રલ ઝોન) એ સ્પષ્ટ કર્યું કે, DI પાઇપલાઇનના ખાડામાં ચોમાસામાં કોઈ પડે તો અધિકારીની જવાબદારી અગાઉથી નક્કી કરી શકાય તેમ નથી. તે દરેક ઘટનાના તથ્યો, સ્થળની સ્થિતિ, કામગીરીના તબક્કા અને લાગુ નિયમો અનુસાર સક્ષમ અધિકારી દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે.ડી.આઈ. પાઇપલાઇન નાખ્યા બાદ ખોદકામ કરાયેલ ટ્રેન્ચમાં જરૂૂરી ભરાણ, કોમ્પેક્શન તથા પ્રાથમિક સપાટી પુન:સ્થાપન કરવામાં આવે છે. ટેકનિકલ ધોરણો અનુસાર પાઇપલાઇન ઉપરના ભરાણને કુદરતી રીતે પૂરતું સેટલમેન્ટ મળે તે જરૂૂરી છે. આ હેતુસર ચોમાસું પૂર્ણ થયા બાદ કાયમી રિસ્ટોરેશન કરવું એ સ્ટાન્ડર્ડ એન્જીનીયરીંગ પ્રેક્ટિસ ગણાય છે.તેમ છતાં, જાહેર જનતાને અવરજવરમાં તકલીફ ન પડે તે માટે જરૂૂરી સ્થળોએ કામચલાઉ પેચવર્ક, મેટલ ભરાણ, GSB અથવા Wet Mix Macadam દ્વારા માર્ગને વાહનવ્યવહારલાયક રાખવાની કામગીરી કરવામાં આવે છે. જો કોઈ સ્થળે અસામાન્ય ખાડા, પાણી ભરાવા અથવા અવરજવરમાં અવરોધ જેવી સ્થિતિ ઊભી થાય તો સંબંધિત વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી જરૂૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવે છે. જવાબદારીનો પ્રશ્ન દરેક ઘટનાના તથ્યો અને સંબંધિત વિભાગની ફરજોના આધારે નક્કી થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *