બાર કાઉન્સિલની વર્ષો જૂની માંગ સંતોષાઈ, કેન્દ્ર સરકાર વકીલો માટે લાવશે નવો સુરક્ષા કાયદો આ જાહેરાત બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને તેને ન્યાયિક પ્રક્રિયા સાથે જોડાયેલા લોકો માટે એક સીમાચિહ્નરૂૂપ નિર્ણય ગણાવ્યો છે.
દેશભરના વકીલો માટે કેન્દ્ર સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી વકીલોની સુરક્ષા માટે ’એડવોકેટ પ્રોટેક્શન એક્ટ’ની જે માંગ કરવામાં આવી રહી હતી, તેને કેન્દ્ર સરકારે સ્વીકારી લીધી છે. વકીલોને કાયદાકીય ફરજો બજાવવા દરમિયાન ઘણીવાર હુમલા અને ધમકીઓનો સામનો કરવો પડતો હોય છે, જેની સામે હવે તેમને વિશેષ સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવશે.
આ જાહેરાત બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને તેને ન્યાયિક પ્રક્રિયા સાથે જોડાયેલા લોકો માટે એક સીમાચિહ્નરૂૂપ નિર્ણય ગણાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, દેશના વિવિધ રાજ્યોના બાર કાઉન્સિલ અને કાયદાકીય સંગઠનો દ્વારા સતત આ કાયદાની માંગ કરવામાં આવતી હતી. આ પ્રોટેક્શન એક્ટ અમલમાં આવવાથી વકીલો પર થતા હુમલાઓ બિનજામીનપાત્ર ગુનો બનશે અને તેમને વધુ સુરક્ષિત વાતાવરણમાં કામ કરવાની તક મળશે. કેન્દ્ર સરકારના આ હકારાત્મક પ્રતિસાદને પગલે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના વકીલ આલમમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ કાયદો વકીલોના આત્મસન્માન અને સામાજિક સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
