શાળાઓમાં મોબાઇલ ઉપર પ્રતિબંધની સંચાલકોની માંગણી

મોબાઇલના ઉપયોગથી ધો.1થી 10ના છાત્રોના અભ્યાસ, શિસ્ત અને શૈક્ષણિક વાતાવરણ ઉપર સીધી અસર થતી હોવાની રજૂઆત ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા મોબાઇલ ફોનના વધતા ઉપયોગને લઈને…

મોબાઇલના ઉપયોગથી ધો.1થી 10ના છાત્રોના અભ્યાસ, શિસ્ત અને શૈક્ષણિક વાતાવરણ ઉપર સીધી અસર થતી હોવાની રજૂઆત

ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા મોબાઇલ ફોનના વધતા ઉપયોગને લઈને ફરી એકવાર ચર્ચા શરૂૂ થઈ છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે શિક્ષણમંત્રીને રજૂઆત કરીને ધોરણ 1થી 10ના વિદ્યાર્થીઓ માટે મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે રાજ્યના શિક્ષણમંત્રીને લેખિત રજૂઆત કરીને ધોરણ 1થી 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળામાં મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. મંડળનું માનવું છે કે મોબાઇલનો વધતો ઉપયોગ વિદ્યાર્થીઓના અભ્યાસ, શિસ્ત અને સમગ્ર શૈક્ષણિક વાતાવરણ પર સીધી અસર કરી રહ્યો છે.

રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં બાળકોમાં મોબાઇલ ફોનનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. તેના કારણે વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસમાંથી ભટકી રહ્યું છે અને શાળાનું શૈક્ષણિક વાતાવરણ પણ પ્રભાવિત થઈ રહ્યું છે. મોબાઇલના કારણે બાળકોમાં એકાગ્રતા ઘટે છે, અભ્યાસમાં રસ ઓછો થાય છે અને શિક્ષણની ગુણવત્તા પર પણ અસર જોવા મળી રહી છે. તેથી શાળા સ્તરે મોબાઇલ ફોનના ઉપયોગ અંગે સ્પષ્ટ અને કડક નિયમોની જરૂૂરિયાત હોવાનું મંડળે જણાવ્યું છે.

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે પોતાની રજૂઆતમાં વર્ષ 2010માં રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રનો પણ ઉલ્લેખ કર્યો છે. મંડળે જણાવ્યું છે કે આ પરિપત્ર મુજબ શાળાઓમાં વિદ્યાર્થીઓના મોબાઇલ ફોનના ઉપયોગ અંગે માર્ગદર્શિકા આપવામાં આવી હતી. હવે આ પરિપત્રનું તમામ શાળાઓમાં કડક પાલન કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, જેથી રાજ્યભરમાં એકસરખા નિયમો અમલમાં આવી શકે. મંડળે ખાસ કરીને ધોરણ 1થી 10 સુધીના વિદ્યાર્થીઓ માટે મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તેમના મતે આ વયના વિદ્યાર્થીઓ માટે મોબાઇલનો અનિયંત્રિત ઉપયોગ અભ્યાસ ઉપરાંત તેમના માનસિક અને સામાજિક વિકાસ પર પણ અસર કરી શકે છે. તેથી શાળાના કેમ્પસમાં મોબાઇલ ફોનના ઉપયોગને નિયંત્રિત કરવા યોગ્ય પગલાં ભરવા જરૂૂરી છે.

હાલ આ રજૂઆત બાદ હવે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. જો સરકાર આ માંગને સ્વીકારશે તો રાજ્યની શાળાઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ અંગે નવા નિયમો અમલમાં આવી શકે છે. બીજી તરફ, શિક્ષણ માટે જ્યાં મોબાઇલ જરૂૂરી હોય ત્યાં અલગ માર્ગદર્શિકા બનાવવાની માંગને પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

સ્પષ્ટ માર્ગદર્શિકા તૈયાર કરવી જરૂરી
રજૂઆતમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં શિક્ષણના હેતુ માટે મોબાઇલ ફોનનો ઉપયોગ ખરેખર જરૂૂરી હોય, ત્યાં તેના માટે અલગ અને સ્પષ્ટ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવે. આજના સમયમાં કેટલીક શૈક્ષણિક પ્રવૃત્તિઓ, ઓનલાઈન અભ્યાસ અથવા ડિજિટલ શિક્ષણ માટે મોબાઇલની જરૂૂરિયાત પડી શકે છે. તેથી સંપૂર્ણ પ્રતિબંધને બદલે શૈક્ષણિક ઉપયોગ માટે નિયંત્રિત અને નિયમબદ્ધ વ્યવસ્થા બનાવવાની પણ માંગ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળનું માનવું છે કે સ્પષ્ટ માર્ગદર્શિકા અને યોગ્ય નિયમો અમલમાં આવશે તો વિદ્યાર્થીઓનો મોબાઇલનો બિનજરૂૂરી ઉપયોગ ઘટશે અને તેઓ અભ્યાસ પર વધુ ધ્યાન આપી શકશે. સાથે જ શાળાઓમાં શિસ્ત, એકાગ્રતા અને શૈક્ષણિક વાતાવરણ વધુ મજબૂત બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *