વિદ્યાર્થી નેતા અંકિતકુમાર સોંદરવા દ્વારા કરવામાં આવેલી વિદ્યાર્થીલક્ષી રજૂઆતને મહત્વપૂર્ણ સફળતા મળી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે જરૂૂરી કામગીરી માટેની બારીઓ, જે અગાઉ રિસેસના બહાના હેઠળ બપોરે રથી 3 બંધ રહેતી હતી, હવે સવારના 11 થી સાંજના 5 સુધી સતત ખુલ્લી રહેશે.
વિદ્યાર્થીઓએ સામાન્ય કામકાજ માટે પણ રીસેસના સમયમાં પરેશાન થવું પડતું હતું, ખાસ કરીને પરીક્ષા ફોર્મ, માર્કશીટ, સર્ટિફિકેટ, અને અન્ય દસ્તાવેજ સંબંધિત પ્રક્રિયાઓ માટે. આ સમસ્યા ઉકેલવા માટે વિદ્યાર્થીનેતા અંકિત કુમાર સોંદરવા દ્વારા સશક્ત રજૂઆત કરવામાં આવી, જેના પરિણામે યુનિવર્સિટી પ્રશાસને વિદ્યાર્થીઓની અનુકૂળતા માટે પહેલી એપ્રિલ થી 11 થી 05 સતત બારી ખુલ્લી રહેશે.
વિદ્યાર્થી નેતા અંકિતકુમાર સોંદરવા અને એમની ટીમ દ્વારા આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે અને તેઓએ કહ્યું કે, વિદ્યાર્થીઓના હિતમાં આ પ્રક્રિયા સતત સુચિત અને પારદર્શક રીતે ચાલે તે માટે અમે સતત મોનીટરીંગ કરીશું. વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય રાહતભર્યો અને ઉપયોગી સાબિત થશે, જેથી તેઓ પોતાના શૈક્ષણિક અને પ્રશાસનિક કામકાજ સરળતાથી પતાવી શકે.
