રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડ પર ટ્વિટ કરીને માહિતી આપરતા જણાવ્યું કે, રાજ્યભરમાં આગામી તા. 27/02/2025 થી તા. 10/03/2025 દરમિયાન યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓની સગવડતાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસટી નિગમ) દ્વારા એક વિસ્તૃત અને સુવ્યવસ્થિત યોજના તૈયાર કરવામાં આવી છે.
રાજ્યના દૂર-દૂરના વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે એસ.ટી. નિગમે અનેકવિધ પગલાં લીધા છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓની જરૂૂરિયાતને ધ્યાનમાં રાખીને એસ.ટી. નિગમ દ્વારા હાલની નિયમિત સેવાઓ ઉપરાંત વધારાની 250 જેટલી ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રીપો રાજ્યના વિવિધ ભાગોમાં વિદ્યાર્થીઓની માંગણી અનુસાર ચલાવવામાં આવશે.
વધુમાં, વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા માટે ખાસ રૂૂટ અને સમયપત્રક તૈયાર કરવામાં આવ્યા છે, જેથી તેઓ સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકે. હાલમાં 85 જેટલી વધારાની બસો સંચાલિત કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુ માંગણી આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને એસ.ટી. નિગમ તૈયાર છે અને જરૂૂરિયાત મુજબ વધારાની બસો ઉપલબ્ધ કરાવશે. જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કરીને, પરીક્ષા કેન્દ્રોના નજીકના બસ સ્ટેન્ડ અને સ્ટોપેજ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
એસ.ટી. નિગમના દરેક વિભાગમાં કંટ્રોલ રૂૂમ શરૂૂ કરવામાં આવશે. આ કંટ્રોલ રૂૂમ્સ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની કોઈપણ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે કાર્યરત રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલીના નિવારણ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ આ કંટ્રોલ રૂૂમનો સંપર્ક કરી શકશે. કંટ્રોલ રૂૂમ દ્વારા, બસના સમયપત્રક, રૂૂટ અને અન્ય જરૂૂરી માહિતી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
