અદાણી જૂથની 12.5 અબજ ડોલરની માર્કેટ કેપનું ધોવાણ

યુ.એસ. માર્કેટ રેગ્યુલેટર હવે ડાયરેકટ ઇમેઇલ દ્વારા સમન્સ પાઠવવાના સમાચારથી અદાણી જૂથના તમામ શેર ધરાશાયી થયા હતા શુક્રવારે ભારતીય શેર બજારમાં મોટા ગાબડા પડયા તેમાં…

યુ.એસ. માર્કેટ રેગ્યુલેટર હવે ડાયરેકટ ઇમેઇલ દ્વારા સમન્સ પાઠવવાના સમાચારથી અદાણી જૂથના તમામ શેર ધરાશાયી થયા હતા

શુક્રવારે ભારતીય શેર બજારમાં મોટા ગાબડા પડયા તેમાં સૌથી મોટું પરિબય અદાણી જુથના તમામ શેરમાં મોટા કડાકા થયા તેને પણ માનવામાં આવે છે. યુ.એસ. માર્કેટ રેગ્યુલેટરે કોઇ પાસે કથિત છેતરપીંડી અને 265 મીલીયન ડોલરની લાંચ યોજના અંગે સ્થાપક ગૌતમ અદાણી અને ગૃપ એકિઝયુટીવ સાગર અદાણીને વ્યકિતગત રીતે ઇમેઇલ દ્વારા વ્યકિતગત સમન્સ મોકલવાની પરવાનગી માંગી હતી. જેના સંદર્ભે અદાણી જુથના શેરમાં મોટા ગાબડા પડયા અને માત્ર એક જ દિવસમાં 12.5 અબજ ડોલરની માર્કેટ કેપનું ધોવાણ થઇ ગયું હતું.

શુક્રવારે ગૃપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ સૌથી વધુ ટકાવારી ગુમાવનાર કંપની બની હતી. કંપનીનો શેર 10.75 ટકા ઘટીને 1864 પર બંધ આવ્યો હતો. ગૃપના તમામ શેર 3.4 ટકાથી 14.54 ટકા સુધી ઘટયા હતા. નવેમ્બર 2024માં ખુલેલા યુએસ આરોપમાં અદાણી ગૃપના એકિઝકયુટીવ પર અદાણી ગ્રીન એનર્જી દ્વારા ઉત્પાદિત વિજળી ખરીદવા માટે ભારતીય અધિકારીઓની લાંચ આપવાની યોજનાનો ભાગ હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.

યુ.એસ. કાયદો વિદેશી કંપનીઓને જે અમેરિકન રોકાણકારો પાસેથી નાણા એકત્રીત કરે છે તેમને વ્યવસાય સુરક્ષીત કરવા માટે વિદેશમાં લાંચ આપવાથી પ્રતિબંધીત કરે છે અને તે તેમને ખોટા અથવા ગેરમાર્ગે દોરતા નિવેદનોના આધારે રોકાણ માંગવાથી પણ પ્રતિબંધીત કરે છે.

હાઇલીંગ અનુસાર, ભારતે અગાઉ સમન્સ બજાવવા માટે બે વિનંતીઓનો ઇન્કાર કર્યો છે. જે એસઇસી ગયા વર્ષથી મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે. હાલ તો શુક્રવારે માર્કેટ બંધ આવતા અદાણીના શેરમાન મોટા ગાબડા પડયા છે. પરંતુ હવે મંગળવારે માર્કેટ ખુલશે તયારે અદાણી જુથના શેર કેટલા ઘટે છે તે જોવાનું રહ્યું.

અદાણી જુથની શેર કેટલા કંપની તૂટયા
અદાણી ગ્રીન 14.73%
અદાણી એનર્જી 11.97%
અદાણી એન્ટરપ્રાઇઝ 10.75%
અદાણી પોર્ટ એન્ડ જઊણ 7.52%
અદાણી ટોટલ ગેસ 5.71%
અદાણી પાવર 5.50%
અંબુજા સિમેન્ટસ 5.01%
ND TV 4.36%
ACC 3.32%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *