આંતરરાષ્ટ્રીય
અદાણી વિરુદ્ધ અમેરિકામાં 2000 કરોડની લાંચ-છેતરપિંડીનો કેસ, જનો શું છે સમગ્ર મામલો
યુએસ પ્રોસિક્યુટરે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય અધિકારીઓ પર સૌર ઉર્જા સંબંધિત કોન્ટ્રાક્ટ માટે ભારત સરકારના અધિકારીઓને $250 મિલિયન અથવા લગભગ 2110 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ મૂક્યો છે. આરોપો અનુસાર, 2020 અને 2024ની વચ્ચે મોટા સોલાર પાવર કોન્ટ્રાક્ટ મેળવવા માટે લાંચ આપવામાં આવી હતી, જેનાથી અદાણી ગ્રુપને $2 બિલિયનથી વધુનો નફો થવાની અપેક્ષા હતી.
આ ભ્રષ્ટાચાર કથિત રીતે અમેરિકન બેંકો અને રોકાણકારોથી છુપાવવામાં આવ્યો હતો, જેઓ પ્રોજેક્ટ્સમાં અબજો ડોલરનું રોકાણ કરી રહ્યા હતા. યુએસ કાયદો વિદેશી ભ્રષ્ટાચારના કેસો જો તે યુએસ રોકાણકારો અથવા બજારો સાથે સંબંધિત હોય તો તેને ચલાવવાની મંજૂરી આપે છે. ન્યૂ યોર્કના પૂર્વીય જિલ્લાના યુએસ એટર્ની બ્રાયન પીસે આ કેસને લાંચ યોજના તરીકે વર્ણવ્યું હતું. અદાણી, તેમના ભત્રીજા અને અદાણી ગ્રીન એનર્જીના ભૂતપૂર્વ સીઈઓ વિનીત જૈન પર સિક્યોરિટીઝ છેતરપિંડી, વાયર ફ્રોડ અને ષડયંત્રનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આ કેસમાં, કેનેડિયન પેન્શન ફંડ CDPQના ત્રણ ભૂતપૂર્વ કર્મચારીઓ પર પણ લાંચની તપાસમાં અવરોધ લાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. CDPQ અદાણી જૂથની કંપનીઓમાં શેરહોલ્ડર છે. આ મામલો અદાણી ગ્રુપ માટે વધુ એક મોટો પડકાર બની શકે છે. અગાઉ જાન્યુઆરી 2023 માં, હિંડનબર્ગ રિસર્ચએ જૂથ પર સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ છેતરપિંડીનો આરોપ મૂક્યો હતો, જેના કારણે અદાણી જૂથના બજાર મૂલ્યમાં $ 150 બિલિયનનું નુકસાન થયું હતું. જો કે, જૂથે તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને મોટાભાગના નુકસાનની ભરપાઈ કરી છે.
કોર્ટના દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે કે લાંચ યોજના દરમિયાન અદાણીનો ઉલ્લેખ નુમેરો યુનો અને ધ બિગ મેન જેવા કોડ નામોથી કરવામાં આવ્યો હતો. તેમજ તેમના ભત્રીજા સાગર અદાણી પર સેલફોન પર લાંચ સંબંધિત માહિતી ટ્રેક કરવાનો આરોપ છે. યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) એ પણ અદાણી ગ્રીન એનર્જી અને એઝ્યુર પાવર સામે સિવિલ કેસ દાખલ કર્યા છે. આ કંપનીઓએ અમેરિકન રોકાણકારો પાસેથી કથિત રીતે $175 મિલિયનથી વધુ એકત્ર કર્યા છે. તમને જણાવી દઈએ કે આ યોજના વિશ્વના સૌથી મોટા સૌર ઉર્જા પ્રોજેક્ટ્સમાંથી એક સાથે સંબંધિત છે. હવે આ મામલે અદાણી ગ્રુપના જવાબની રાહ જોવાઈ રહી છે.
આંતરરાષ્ટ્રીય
ભારત એક પ્રયોગશાળા: બિલ ગેટ્સના વિધાનથી હોબાળો
ખોટા શબ્દના ઉપયોગથી માઇક્રોસોફટના સંસ્થાપકનો સોશિયલ મીડિયામાં ઝાટકણી
માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે ભારતને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમના નિવેદન બાદ ભારતમાં લોકો ગુસ્સે થયા છે. તેણે ભારત માટે પ્રયોગશાળા શબ્દનો ઉપયોગ કર્યો છે, જેના કારણે સમગ્ર વિવાદ શરૂૂ થયો છે. એવું માનવામાં આવે છે કે બિલ ગેટ્સ કંઈક બીજું કહેવા માંગતા હતા, પરંતુ ખોટા શબ્દોના ઉપયોગથી તેમના શબ્દોનો અલગ અર્થ થયો.
પોડકાસ્ટમાં બોલતા, બિલ ગેસ્ટએ ભારતના વિકાસ પર લાંબી વાત કરી. તેમણે કહ્યું કે ભારત એક એવો દેશ છે જ્યાં વસ્તુઓ ક્યારેક મુશ્કેલ હોઈ શકે છે – પરંતુ આરોગ્ય, પોષણ અને શિક્ષણના ક્ષેત્રોમાં પ્રગતિ દેખાઈ રહી છે. ભારતની સ્થિરતા અને સરકારની આવકમાં વધારા સાથે, અમે જોઈ શકીએ છીએ કે આગામી 20 વર્ષમાં અહીંના લોકો વધુ સારી સ્થિતિમાં હશે. વાસ્તવમાં આ દેશ એક પ્રકારની પ્રયોગશાળા છે જ્યાં તમે વસ્તુઓ અજમાવી શકો છો અને જ્યારે તે ભારતમાં સફળ થાય છે, ત્યારે તે વસ્તુઓને અન્ય સ્થળોએ લઈ જઈ શકાય છે.
હવે આ નિવેદન બાદ જ વિવાદ શરૂૂ થયો હતો અને ઘણા ભારતીયોએ બિલ ગેટ્સને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કર્યા હતા. આ લોકોએ દલીલ કરી હતી કે માઇક્રોસોફ્ટના સ્થાપકે જે દેશ પાસેથી આટલું બધું મેળવ્યું છે તેના વિશે આવા શબ્દોનો ઉપયોગ કરીને ભારતનું અપમાન કર્યું છે. મોટી વાત એ છે કે એવા સમયે જ્યારે ઘણા લોકો ગેટ્સને ટ્રોલ કરી રહ્યા હતા ત્યારે કેટલાક સપોર્ટ પણ આવ્યા હતા. તેને સલાહ આપવામાં આવી હતી કે વીડિયોને સંપૂર્ણ રીતે જોવાની જરૂૂર છે.
હજુ સુધી આ વિવાદ પર માઈક્રોસોફ્ટ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી, ભારત સરકારે પણ પોતાને તેનાથી દૂર રાખ્યા છે. મોટી વાત એ છે કે આ વર્ષે પીએમ મોદીએ બિલ ગેટ્સ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી,
જેમાં અઈંની શક્તિ અને તેના દુરુપયોગ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મોદી સાથે બિલ ગેટ્સની ચર્ચા અહીં વાંચો
આંતરરાષ્ટ્રીય
સંભલમાં પાક. કારતૂસ મળ્યા: તપાસમાં ચોંકાવનારો ખુલાસો
ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદના સર્વેને લઈને 24 નવેમ્બરે થયેલી હિંસા પર અંકુશ મેળવ્યા બાદ હવે યુપી પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે અને હિંસા કરનાર લોકોની ઓળખ પણ કરી રહી છે. યુપી પોલીસના જણાવ્યા અનુસાર, હવે આ કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કારણ કે તપાસ કરી રહેલી ફોરેન્સિક ટીમને સ્થળ પરથી જમીનમાં દાટેલા કેટલાક કારતૂસ મળી આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે તેના પર POF એટલે કે પાકિસ્તાન ઓર્ડિનન્સ ફેક્ટરી લખેલું છે. જ્યારે એક પર FN STAR લખેલું છે.
આ ઘટસ્ફોટ અંગે એસપી કુષ્ણ કુમાર વિશ્નોઈએ માહિતી આપી છે કે આ 9 એમએમની બુલેટ્સ છે. આ ઉપરાંત સ્થળ પરથી 12 બોર અને 32 બોરના કારતૂસ પણ મળી આવ્યા છે, જેને લઈને તપાસ એજન્સીઓએ નવેસરથી ટપકાંને જોડવાનું શરૂૂ કર્યું છે.
આંતરરાષ્ટ્રીય
લોકોના પ્રચંડ વિરોધ, સંસદમાં પછડાટ બાદ દક્ષિણ કોરિયામાં માર્શલ-લોનો અંત
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે મંગળવારે મોડી રાત્રે દેશમાં લાદવામાં આવેલા માર્શલ લોને ખતમ કરવાની જાહેરાત કરી દીધી. સંસદમાં ભારે વિરોધ અને મતદાન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. વોટિંગમાં 300માંથી 190 સાંસદોએ સર્વસંમતિથી માર્શલ લો સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. માર્શલ લોની ઘોષણા પછી, ત્યાંના લોકો પણ રસ્તાઓ પર ઉતરી અવ્યા હતા.
સૈન્યના ટેંક સિયોલના રસ્તાઓ પર ફરવા લાગ્યા. જો કે, બગડતા સંજોગો અને સતત વધતા વિરોધને કારણે રાષ્ટ્રપતિએ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો. રાષ્ટ્રપતિ યૂને રાષ્ટ્રને સંબોધતા કહ્યું કે માર્શલ લો સાથે જોડાયેલા સૈન્ય દળોને પાછા ખેંચવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. માર્શલ લો લાગુ થયા બાદથી શાસક અને વિરોધ પક્ષો તરફથી તેનો જોરદાર વિરોધ થઈ રહ્યો હતો. શાસક પક્ષના ઘણા નેતાઓએ પણ તેને અલોકતાંત્રિક અને ગેરબંધારણીય ગણાવ્યું. જયારે રાષ્ટ્રપતિની પોતાની પાર્ટીના નેતા હાન ડોંગ-હૂને પણ આ નિર્ણયની ખુલ્લેઆમ ટીકા કરી હતી અને સંસદમાં મતદાનમાં પણ ભાગ લીધો હતો.
પ્રચંડ બહુમતી સાથે પસાર કરાયેલા આ ઠરાવથી રાષ્ટ્રપતિ યૂનને પોતાનો નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી.
રાષ્ટ્રપતિ યૂને કહ્યું કે કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે, જેમાં નેશનલ એસેમ્બલીના પ્રસ્તાવને ઔપચારિક રીતે મંજૂરી આપવામાં આવશે. તેમણે કહ્યું કે માર્શલ લો સાથે જોડાયેલા તમામ સૈન્ય દળોને તાત્કાલિક અસરથી પાછા ખેંચવાના આદેશ આપવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિના માર્શલ લોના નિર્ણય બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂૂ થઈ ગયા હતા. લોકશાહી વ્યવસ્થા પુન:સ્થાપિત કરવાની માંગ સાથે હજારો નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ પક્ષોએ તેને નાગરિક અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું અને રાષ્ટ્રપતિ વિરુદ્ધ સંસદમાં વિશ્વાસ પ્રસ્તાવ લાવવાની પ્રક્રિયા પણ શરૂૂ કરી દીધી હતી.
અગાઉના અહેવાલ મુજબ યૂન પોતાની પત્ની અને ટોપ લેવલના અધિકારીઓ સાથે જોડાયેલ કૌભાંડની સ્વતંત્ર તપાસની માગ ફગાવી દેવાના કારણે વિપક્ષી પાર્ટીઓની ટીકાઓનો શિકાર બન્યા. યૂનની ઘોષણા બાદ ડેમોક્રેટિક પાર્ટીએ કથિત રીતે પોતાના સાંસદોની એક ઈમરજન્સી બેઠક બોલાવી. આ બાજૂ સંસદમાં સેના ઘુસી ગઈ છે અને વિપક્ષી નેતાઓની ધરપકડ કરવાામં આવી હતી.
1980 પછી આ પ્રથમ વખત છે જ્યારે દક્ષિણ કોરિયામાં માર્શલ લો જાહેર કરવામાં આવ્યો છે. લશ્કરી કાયદો લાદવાના વિરોધમાં દક્ષિણ કોરિયાની સંસદની બહાર એકઠા થયેલા પોલીસ અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ વિપક્ષ પર ઉત્તર કોરિયાના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. રાષ્ટ્રપતિએ દેશને સામ્યવાદી દળોથી બચાવવા માટે ઈમરજન્સીને જરૂૂરી ગણાવી હતી.
-
રાષ્ટ્રીય1 day ago
‘અમે ઈન્દિરાને પણ છોડ્યા નથી, હવે તમારો વારો છે..’, બાગેશ્વર બાબાને મળી જાનથી મારી નાખવાની ધમકી
-
કચ્છ22 hours ago
ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ મળી એક ગૌરવ સિદ્ધિ, કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને ઇન્ટિરિયર્સની શ્રેષ્ઠતા માટે એવોર્ડ પ્રાપ્ત
-
ગુજરાત23 hours ago
જિલ્લામાં 14 નાયબ મામલતદારની આંતરિક બદલીનો કલેકટરનો ઓર્ડર
-
ગુજરાત2 days ago
કલમ 307 હટાવવા સામે સરધારાનો વિરોધ, CPથી માંડી CM-PM સુધી રજૂઆત
-
ગુજરાત23 hours ago
આઇસક્રીમમાંથી ફેટ કાઢી ચીઝમાં તેલની ભેળસેળ
-
ગુજરાત2 days ago
PI પાદરિયાનો કેસ નહીં લડવાનો બાર એસો.નો ઠરાવ પરત
-
આંતરરાષ્ટ્રીય2 days ago
પશ્ચિમ આફ્રિકાના ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડયા: 100નાં મોત
-
ક્રાઇમ2 days ago
લૂંટારુ ટોળકીનો આતંક: માત્ર દોઢ કલાકમાં ચારને છરી ઝીંકી લૂંટ ચલાવી