ગોંડલમાં ગુંદાળા ચોકડી નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે.GJ03CA-5106 નંબરની અલ્ટો કાર ગુંદાળા ચોકડીથી ગામ તરફ રોંગ સાઈડમાં આવી રહી હતી.
આ દરમિયાન કારે ગુંદાળા ગામથી ચોકડી તરફ જતા ધ્રુવ માકડીયાના એક્ટિવા (GJ03MC-1640)ને ટક્કર મારી હતી. અકસ્માતમાં એક્ટિવા ચાલક ધ્રુવને ઈજાઓ થતાં તેમને તાત્કાલિક ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ટક્કર બાદ અલ્ટો કાર ઙૠટઈકના વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી. કારને નુકસાન થયું હતું. કારમાં સવાર ત્રણેય વ્યક્તિઓ પોતાની ઓળખ છુપાવીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ગોંડલ શહેર બી-ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કારના નંબરના આધારે ફરાર થયેલા ત્રણેય શખ્સોની શોધખોળ શરૂૂ કરી છે.
