સુરત ક્રાઇમ બ્રાંચે 1300 ગુનેગારોની યાદી બનાવી, 300 ગંભીર ગુનામાં સામેલ
રાજ્યના મોટા શહેરો સહિત અનેક વિસ્તારોમાં અસામાજિક તત્ત્વોનો કહેર વધતો જાય છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાલમાં પ્રજામાં ભય ફેલાવનારા આરોપીના મકાન પર હથોડા મારી તોડી પાડ્યા બાદ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ આરોપીના વિરૂૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે (18 માર્ચ 2025) ના રોજ ત્રણ મકાનો પર બુલડોઝર અને હથોડા વડે તોડી પાડવામાં આવ્યા હતા.
સુરતના ઉઘના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટ નામથી ગેંગ ચલાવતા રાહુલ દીપડેએ સરકારી આવાસ નજીક ગેરયકાદે રીતે ત્રણ મકાનો બનાવ્યા હતા. જેનો ઉપયોગ અવૈધ પ્રવૃતિઓ માટે કરવામાં આવતો હતો. રાહુલ દીપડે સૂર્યા મરાઠી મર્ડર કેસ સહિત મારામારી અને હત્યા 22 જેટલા ગુનામાં સંડોવાયેલો હતો.
સુરત ક્રાઇમ બ્રાન્ચે 100 કલાકની અંદર અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાન અભિયાન અંતગર્ત 22 જેટલા શખ્સોને બોલાવી પૂછપરછ કરી હતી. આ તમામ આરોપીઓ વિરૂૂદ્ધ કડ કાર્યવાહી કરવામાં આવશે.
100 કલાકના આ અભિયાન હેઠળ 22 શખ્સને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્ટેશન પર બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને કાન પકડીને બેસી જવાની ફરજ પડી હતી. પોલીસ દ્વારા આ શખ્સોની વારંવાર પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે વિશેષ તપાસ દરમિયાન 1300 જેટલા ગુનેગારોને યાદી બનાવી છે. તેમાં 300 ગંભીર ગુનાઓમાં સામેલ છે,