જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાને તેના પાડોશ માં રહેતો યુવક લગ્ન કરવાના ઇરાદે ભગાડી લઈ ગયો હતો, અને અલગ અલગ શહેરોમાં ફેરવીને તેણીની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો, આ અંગે નો કેસ ચાલી જતાં અદાલતે આરોપી ને દસ વર્ષ ની સજા ના હુકમ કર્યો છે.
જામનગર ના ગાંધીનગર પુનિત નગર વિસ્તારમાં રહેતી ઉ.વ. 17 વર્ષ ની સગીરા ને તેના પાડોશ માં રહેતો આરોપી ભૂરાસ્વામી ઉર્ફે વિજય ધનશેખર નાયર ( ઉ.વ. 19) અવાર નવાર લગ્ન કરવાની લાલચ આપતો હતો . દરમિયાન તા.18/8/2018 ના સગીરા કામ ઉપર થી ઘરે આવતી હતી, ત્યારે તેના ઘર નજીક ના વિસ્તારમાં આરોપી પોતા ના મિત્ર સાથે ઉભો હતો, અને અને સગીરાને પોતા ની સાથે ધરાર લઈ ગયો હતો. જેને જામનગર થી રાજકોટ ત્યાંથી અમદાવાદ ત્યાંથી સુરત અને પરત અમદાવાદ લાવ્યો હતો .જ્યાં તેઓ ગેસ્ટ હાઉસ માં રોકાયા હતા. અને આરોપી એ સગીરા સાથે એક થી વધુ વખત શરીર સંબંધ બાંધ્યો હતો.
આ બનાવ અંગે સગીરા ના પરિવાર દ્વારા પોલીસ માં ફરિયાદ નોંધાવાઈ હતી, જેથી પોલીસે આરોપી ની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટ ના જજ વી.પી અગ્રવાલ સમક્ષ ચાલી જતાં તમામ દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી ભુરા સ્વામી ઉર્ફે વિજય ઘનશેખર નાયર ને તકસીરવાન ઠેરવી દસ વર્ષ ની જેલ સજા તથા ભોગ બનનાર ને રૂૂ. બે લાખ નું સરકાર તરફ થી વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. આ કેસ માં સરકાર તરફે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.
