8 વર્ષની બાળકી પર જાતિય હુમલો કરવાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા

રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં ચકચાર મચાવનાર સાડા ચાર વર્ષ પૂર્વે 8 વર્ષની માસૂમ બાળકી પર જાતિય હુમલો કરવાના ગુનાનો કેસ રાજકોટની અદાલતમાં ચાલી જતા ન્યાયધીશે…

રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં ચકચાર મચાવનાર સાડા ચાર વર્ષ પૂર્વે 8 વર્ષની માસૂમ બાળકી પર જાતિય હુમલો કરવાના ગુનાનો કેસ રાજકોટની અદાલતમાં ચાલી જતા ન્યાયધીશે કાંતિ આલા ચાવડાને આજીવન કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે અને ગુજરાત વિક્ટીમ કમ્પન્સેશન સ્કિમ હેઠળ રૂૂ.7 લાખનો પીડિતાને વળતર ચુકવવા હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ જસદસ પંથકમાં રહેતા પરિવારની 8 વર્ષની માસૂમ પુત્રી કુદરતી હાજતે ગઇ હતી ત્યારે વડોદ ગામના કાંતિ આલા ચાવડા નામના શખ્સે બાઇક ઉભું રાખી માસૂમ પુત્રીના ગુપ્ત ભાગે આંગણી નાંખી જાતિય હુમલો કર્યા અંગેની પીડિતાના માતાએ જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાંતિ આલા ચાવડાની ધરપકડ કરી હતી. તપાસ પૂર્ણ થતા પીઆઇ કે.જે.રાણા દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. બાદ રાજકોટની સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં ફરિયાદ પક્ષે 10 સાહેદોને તપાસીને, 14 દસ્તાવેજી પૂરાવા રજૂ કર્યા હતા. બાદ બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ પ્રશાંત પટેલ દ્વારા કરવામાં આવેલી દલીલમાં ભોગ બનનાર બાળકીએ જુબાની વખતે બનાવની સમગ્ર ઘટના વર્ણવી અને આરોપીને ઓળખી બતાવેલ છે. ફરિયાદીના કેસને સમર્થન આપેલ છે.

ભોગ બનનાર મેડિકલ તપાસ કરનાર તબીબે જાતિય સતામણીને સમર્થન આપેલ છે. આરોપીએ બાળકી સાથે ગુન્હાહીત બળ વાપર્યાનું પૂરવાર થાય છે. પોક્સો જેવા ગંભીર ગુનામાં મહત્તમ સજાની સરકારી વકીલે કરેલી માંગને ધ્યાને લઇ અદાલતે આરોપી કાંતિ આલા ચાવડાને તક્સીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. ગુજરાત વિક્ટીમ કમ્પન્સેશન સ્કિમ હેઠળ રૂૂ.7 લાખનો પીડિતાને વળતર ચુકવવા હુકમ કર્યો છે. સરકાર પક્ષના એ.પી.પી. તરીકે પ્રશાંત પટેલ અને સહાયક તરીકે રાજન ટીંબા અને મુસ્કાન સમા રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *