ગોંડલના મોટાદડવામાં 26 વર્ષ પૂર્વે 3000ના તલની લૂંટનો આરોપી પકડાયો

ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે 26 વર્ષ પૂર્વે 30 હજારના તલની લુંટમાં છેલ્લા 26 વર્ષથી ફરાર રાજકોટના કોઠારિયા સોલ્વન્ટ પાસે રહેતા શખ્સને રાજકોટ ગ્રામ્ય એલસીબીની…

ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે 26 વર્ષ પૂર્વે 30 હજારના તલની લુંટમાં છેલ્લા 26 વર્ષથી ફરાર રાજકોટના કોઠારિયા સોલ્વન્ટ પાસે રહેતા શખ્સને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે અમરેલીથી ઝડપી લીધો હતો.
રાજકોટ રેંજના નવ નિયુક્ત આઈજી નિર્લિપ્ત રાય અને જિલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર દ્રારા નાશતા-ફરતા આરોપીઓને પકડવા માટે અસરકારક કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે 26 વર્ષ પૂર્વે ગોંડલના મોટા દળવા ગામે બનેલા લુંટના બનાવમાં બાવાભાઇ શામજીભાઇ ચોવટીયાના મોટાદડવા ગામે આવેલ ખેતરમાં પ્રવેશ કરી રાજકોટ શીતળાધાર મફતીયાપરા, સરદાર ગૌશાળા પાછળ કોઠારીયા સોલવંટ રહેતો અશોક ઓઘાભાઇ સાથળીયા નામનો શખ્સ ખેતરમાં રહેલ આઠ મણ તલ કિ.રૂૂ. 3,000 ની ધાડ(લુંટ) કરી બાવાભાઇ ને માર મારી નાશી ગયેલ હોય અશોક ઓઘાભાઇ સાથળીયા છેલ્લા 26 વર્ષ થી નાશતો-ફરતો હોય બાતમીદારો મારફતે સચોટ હકિકત મેળવી તે અમરેલી હોવાની માહિતીને આધારે તેની ધરપકડ કરી હતી.

એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પી.આઈ વી.વી. ઓડેદરા, પીએસ ઈ કે.એમ. ચાવડા, પીએસઆઈ એચ. સી. ગોહીલ, આર.વી. ભીમાણી, પી. એન. ભરવાડ તથા એએસઆઈ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, અનિલભાઇ ગુજરાતી તથા પ્રહલાદસિંહ રાઠોડ, ભગીરથસિંહ જાડેજા,રણજીતભાઇ બોરડે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *