7 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા

શહેરની ભાગોળે આવેલા વાવડી વિસ્તારની સાત વર્ષની માસુમ બાળકી સાથે શારીરિક અડપલા કરવા અંગેના કેસ ચાલી જતા અદાલતે આરોપી ને પાંચ વર્ષની સજા અને વિક્ટીમ…

શહેરની ભાગોળે આવેલા વાવડી વિસ્તારની સાત વર્ષની માસુમ બાળકી સાથે શારીરિક અડપલા કરવા અંગેના કેસ ચાલી જતા અદાલતે આરોપી ને પાંચ વર્ષની સજા અને વિક્ટીમ કમ્પોઝિશન અન્વયે રૂૂપિયા બે લાખનું વળતર આપવાનો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ શહેરના વાવડી વિસ્તારમાં રહેતી મહિલાએ ગત તારીખ 6-3-20021ના રોજ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામનો વતની અને હાલ વાવડી ગામે ઓમ સુપર માર્કેટ પાછળ રહેતો અલ્પેશ વાલજીભાઈ લાણીયા નામના શખ્સે માસુમ બાળકી સાથે છેડતી કર્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની સાત વર્ષની પુત્રી મોબાઈલમાં બીભસ્ત ફોટા વિડીયો જોતી હોય ત્યારે માતા જોઈ જતા બાળકીને પૂછતા કે તું શું કરે છે તો બાળકીએ જણાવેલ કે મામા તરીકે સંબોધતા અલ્પેશ વાલજીભાઈ લાણીયાએ વિડીયો જોઈ ને ડીલીટ કરવાનું શીખવાડેલ તેમજ અલ્પેશ મામા તેના ઘરમાં લઈ જઈ તેણી ઉપર સૂઈ જઈ શારીરિક અડપલા કરતા હોવાની હકીકત જણાવી હતી. પોલીસે આરોપી અલ્પેશ લાણીયાની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કરેલ અને આરોપી વિરુદ્ધ પોક્સો અદાલતમાં ચાર્જશીટ દાખલ કરતા કેસ પોક્સો અદાલતમાં શરૂૂ થતા પ્રોસિક્યુશન દ્વારા ડોક્ટર , તપાસ કરનાર પોલીસ અધિકારી ,ફરિયાદીની અને ભોગ બનનાર 7 વર્ષની બાળકીની જુબાનીમા શારીરિક અડપલા કર્યાની અને આરોપીને ઓળખી બતાવેલો હતો. તેમજ દસ્તાવેજી પુરાવા લિસ્ટ રજૂ રાખવામાં આવ્યું હતું. પ્રોસિક્યુશન દ્વારા દલીલમાં આરોપી સામે પુરવાર કરેલો છે.164 નું મેજિસ્ટ્રેટ સમક્ષનું બાળકીનું નિવેદનમાં પણ બાળકીએ બનાવની સંપૂર્ણ હકીકત જણાવેલી છે.

કબજે લેવામાં આવેલો મોબાઇલ ફોન એફએસએલમાં મોકલવામાં આવેલો જેમા પણ પ્રોસિક્યુશને તેમનો કેસ સાબિત કરેલ હોવાની રજૂઆત કરી હતી. આરોપી સામેનો કેસ પુરવાર કરેલ હોય તેવી રજૂઆત ધ્યાને લઈ સેશન્સ જજ ટી. એસ. બ્રહ્મભટ્ટે આરોપીને 5 વર્ષની સખત કેદની સજા કરી છે. ભોગબનનાર બાળકીને વિક્ટીમ કમ્પોઝિશન અન્વયે રૂૂપિયા બે લાખ નું વળતર આપવાનો હુકમ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા અને સહાયક તરીકે નિલમબેન સાગઠીયા તથા નિલમબેન નાવર રોકાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *