કરોડોના ટ્રક કૌભાંડમાં આરોપીઓ પાંચ દીમાં જામીન મુક્ત

ભુલી જવાના ટ્રક કરી અને મોટા માથાઓને વેંચી નાખી લોનના હપ્તાઓ ન ભરી અને જો આ ટ્રક રોકવા માટે સીઝર રોકે તો તેમને અને તેમના…

ભુલી જવાના ટ્રક કરી અને મોટા માથાઓને વેંચી નાખી લોનના હપ્તાઓ ન ભરી અને જો આ ટ્રક રોકવા માટે સીઝર રોકે તો તેમને અને તેમના પરીવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાના કેશમાં સંડોવાયેલા આરોપીઓને માત્ર 5 દિવસમાં જ જામીન મુકિત.


જામનગર સીટી પબીથ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચોલામંડલમ ફાયનાન્સ કંપનીના કર્મચારીએ ફરીયાદ જાહેર કરેલ છે કે, ફરીયાદી કંપની લોન આપવાનું કામકાજ કરતી હોય અને તેમાં આરોપીઓએ કાવતરૂૂ રચી અને કાવતરાના ભાગ રૂૂપે એકબીજા ના નામે ટ્રકો અને કાર ખરીદ કરી અને અને કરોડો રૂૂપિયાની અલગ અલગ વાહનનોની લોન લઈ અને ઈરાદાપુર્વક હપ્તાઓ નહી ભરી અને કંપની સાથે વિશ્વાસધાત અને ઠગાઈ કરેલ છે, અને આ ટ્રકો અને કાર કાવતરાના ભાગ રૂૂપે મોટા માથાભારે ઈસમોને અડધી કિંમતમાં બારોબાર વેંચાણ કરી નાખી અને મોટામાથાઓ આ વાહનો પોતાના અંગત ઉપયોગ અને ધંધાના ઉપયોગમાં લેતા હોય અને જો કોઈ કંપનીના સીઝર કે, રીકવરીના સ્ટાફ આ લોકો ઉધરાણીએ જાય ત્યારે આરોપીઓ કંપનીના કર્મચારીઓને ડરાવી અને ધમકાવી ભગાડી મુકતો હોય અને ટ્રક સીઝ કરવા રોકે ત્યારે કંપનીના ઉપરી અધિકારીઓને ટ્રક જવા દેવા કહી અને ટ્રક નહી જવા દે તો તેને અથવા તેના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી કંપનીના કર્મચારીને ભયમાં મુકી બળજબરીથી ટ્રકો પોતાના કબજામાં રાખેલ હોય અને લોન પર લીધેલ વાહનોની બળજબરી પુર્વક લોન પણ ભરપાઈ કરતા ન હોય તેવી ફરીયાદ જાહેર કરેલ, આ ફરીયાદ જાહેર થતા તા.25/11/2024ના રોજ આરોપી મુળુભાઈ દાનાભાઈ મુછાળ (મુછાલ) (2) જેઠાભાઈ દાનાભાઈ મુછાળ (રબારી) (3) ગોવિંદભાઈ નાથાભાઈ ગળચર (ગરચર) (2બારી) (4) લખમણભાઈ નાથાભાઈ ગરચર (રબારી)ની અટક કરવામાં આવેલ તેમની અટક કરી અને જેલ હવાલે તા.25/11/2024ના રોજ કરવામાં આવેલ ત્યારબાદ આ આરોપીઓ ધ્વારા જમીન મુક્ત થવા માટે અરજી નામ.અદાલતમાં દાખલ કરતા સરકાર પક્ષે અને તપાસ કરનાર પક્ષે રજુઆતો કરવામાં આવેલ કે, આ કામના આરોપીઓએ વાહન હપ્તામાં લઈ અને હપ્તાઓ ભરેલ નથી અને તેઓએ જામનગરના મોટા માથાને વેંચાણ કરી નાખેલ છે અને ફરીયાદી પેઢીને લાખો રૂૂપિયાનું નુકશાન કરેલ છે આ પ્રકારે કાર્યવાહી કરવાથી લોન સીસ્ટમ અને બેંકીંગ સીસ્ટમને માઠી અસર કરેલ છે, આ રીતે જો જામીન આપવામાં આવશે તો ગંભીર પ્રકારની સમાજમાં આર્થીક પ્રવૃતીઓ કરતા ઈસમોને છુટો દોર મળી જશે અને કાયદાની ડર રાખ્યા વગર આવી પ્રવૃતીઓ કરશે તેના કારણે આર્થીક મોટી નુકશાની થાય તેમ છે તેમજ આ કામને અન્ય આરોપીઓને અટક કરવાના બાકી છે તેમજ આ કામના અન્ય આરોપીઓની જામીન અરજીઓ નામંજુર થયેલ છે અને આ આરોપીઓને જો છોડી મુકવામાં આવશે તો તેઓ અન્ય લોકોને પણ આ રીતે શોર્ટકટ અપનાવી અને લાખો રૂૂપિયા કમાવવા માટે પ્રેરસે જે તમામ હકિકતો ધ્યાને લઈ અને આ કામના આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ નહીં, તેની સામે આરોપી પક્ષે દલીલો થયેલ કે, લોન લીધેલ છે અને હપ્તાઓ ભરેલ નથી તે હકિકત ખરી છે, કોરોના કાળ બાદ લાખો એવા મધ્યવમ વર્ગય વ્યકિતઓ છે, તેઓ હપ્તા ભરી શકેલ નથી, તેઓએ કોઈ પીનલ કોડ કે, ફોજદારી ગુન્હો કર્યો ગણવો તે કાયદાનો સીધ્ધાંત ન હોય શકે, આ કામના આરોપીઓએ કોઈને ધાક ધમકી આપેલ નથી કે, કોઈને જાનથી મારી નાખવાની ધમકી આપેલ નથી માત્ર આર્થીક ખરાબ સ્થિતીના કારણે હપ્તાઓ ભરી શકેલ નથી, તેથી તેઓ નિદોર્ષ છે અને ગરીબ વ્યક્તિઓ છે, આ કામે મોટા માથાઓને ટારગેટ કરવાના એકમાત્ર આશયથી આ લોકોને આ ગુન્હામાં જોડી આરોપી બનાવવામાં આવેલ છે, અને જયારે જામીન મુકત કરવાનું નિર્ણય લેવાનું થાય ત્યારે આરોપી ઉપર જુના કેશો છે કે, કેમ અને તેની આર્થીક અને સામાજીક સ્થિતી પણ ધ્યાને લેવી જોઈએ સાથે સાથે તેમના બંધારણીય અધિકારો પણ સાથે ધ્યાને લેવા જોઈએ, તે તમામ દલીલો કરવામાં આવેલ, આમ, નામ.અદાલતે તમામ દલીલો ધ્યાને લઈ અને આરોપીઓને જામીન તા.29/11/2024 ના મુકત કરેલ, આ કેશમાં આરોપીઓ તરફે રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસીંહ આર.ગોહીલ, રજનીકાંત આ2.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *