મિત્રને ચુકવણી માટે આપેલો 7.35 લાખનો ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની જેલ

મિત્રતાના દાવે લીધેલા રૂૂ.7.35 લાખની ચુકવણી માટે આપેલો ચેક પરત ફર્યો હતો. જે કેસ ચાલી જતા કોર્ટે આરોપીને એક વર્ષની સજા અને રૂૂા.7.55 લાખનો દંડ…

મિત્રતાના દાવે લીધેલા રૂૂ.7.35 લાખની ચુકવણી માટે આપેલો ચેક પરત ફર્યો હતો. જે કેસ ચાલી જતા કોર્ટે આરોપીને એક વર્ષની સજા અને રૂૂા.7.55 લાખનો દંડ ચુકવવામાં કસુર કરે તો વધુ ત્રણ માસની સજા ઉપરાંત દંડની રકમમાંથી રૂૂા.7.35 લાખ વળતર પેટે ચુકવવા અને બાકીની દંડની રકમ રૂૂ.20 હજાર સરકારમાં જમા કરાવવા આદેશ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં ન્યુ ગાંધી સોસાયટીમાં સંકલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા ફરીયાદી દિનેશ ધરમશીભાઈ લીંબાસીયાએ ગાંધીગ્રામમમાં લાખના બંગ્લાવાળા રોડ ઉપર ન્યુ મહાવીરનગરમાં રહેતા આરોપી મનોજ રામજીભાઈ ફાંગલીયાને મિત્રતાના દાવે રૂૂા.7.35 લાખ હાથ ઉછીનાં આપ્યા હતા. જે રૂૂપિયા પરત કરવા મનોજ રામજીભાઈ ફાંગલીયાએ ચેક આપ્યો હતો. જે ચેક અપુરતા ભંડોળના કારણે વગર વસુલાતે પરત ફર્યો હતો. જે અંગે પાઠવેલી નોટીસ બજી જવા છતાં રકમ પરત નહી કરતા અદાલતમાં ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જે કેસ ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે ચેક પરત ફરવાના કેસમાં મોનજ ફાંગલીયાને તકસીરવાન ઠેરવી એક વર્ષની સજા અને રૂૂા.7.55 લાખનો દંડ ચુકવવામાં કસુર કરે તો વધુ ત્રણ માસની સજા ઉપરાંત દંડની રકમમાંથી રૂૂા.7.35 લાખ વળતર પેટે ચુકવવા અને બાકીની દંડની રકમ રૂૂા.20 હજાર સરકારમાં જમા કરાવવા આદેશ કર્યો છે. આ કેસમાં ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરીયા, ભાવીન ખુંટ, સાહીલ કંટારીયા, મદદમાં નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા અને રાહીલ ફળદુ રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *