જામનગરનો છેલ્લા છ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

જામનગર ના બે પોલીસ સ્ટેશનમાં ગુનામાં વોન્ટેડ અને છેલ્લા છ માસથી નાસ્તા ફરતા આરોપી ને પોલીસે આજે ઝડપી લીધો હતો. દરમ્યાન પોલીસ સ્ટાફ ને બાતમી…

જામનગર ના બે પોલીસ સ્ટેશનમાં ગુનામાં વોન્ટેડ અને છેલ્લા છ માસથી નાસ્તા ફરતા આરોપી ને પોલીસે આજે ઝડપી લીધો હતો. દરમ્યાન પોલીસ સ્ટાફ ને બાતમી મળી હતી કે જામનગરના સીટી એ ડીવી. પો.સ્ટે. તથા સીટી બી ડીવી. પો.સ્ટે. માં નોંધાયેલા ગુના નો આરોપી અને છેલ્લા 6 માસ થી વોન્ટેડ અખ્તર ઇસ્માઇલભાઈ વાંગીડા (રહે. મોરકંડા રોડ અનમોલ પાર્ક શેરી નં- 2 જામનગર) હાલ જામનગર મોરકંડા પાસે ના પોતાના ઘર પાસે આવેલ છે.

જે હકીકતના આધારે સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને આરોપીની મોરકંડા નજીક શોધખોળ કરતાં આરોપી પોલીસ ને જોઇને ભાગી ગયો હતો. જેથી તાત્કાલીક તમામ ચેક પોસ્ટને એલર્ટ કરતાં સીટી એ ડીવી. પો.સ્ટે. ની લાલપુર ચોકડી પાસે આવેલ ચેક પોસ્ટ ખાતે પોલીસ બંદોબસ્ત હોય તે ચેક પોસ્ટ પરથી વોન્ટેડ આરોપી અખ્તરભાઇ ઉર્ફે મુનો ઇસ્માઇલભાઇ વાંગીડા ને પકડી પાડયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *