શહેરની ભાગોળે કોઠારીયા સોલવન્ટમાં છેડતીનો કેસ પાછો ખેંચી લેવાનું કહી સગીરા ઉપર આરોપીએ હુમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખેસડાઇ છે.
જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા પોતાના ઘરે હતી ત્યારે શની પાસવાને આવી માટીના કુંજા વડે માર મારતા સગીરાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામા આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરી હતી.પ્રાથમિક તપાસમાં આરોપીએ એક વર્ષ પહેલા સગીરાની છેડતી કરી હતી જે અંગે પોલીસમાં ફરીયાદ કરતા આરોપી વિરૂધ્ધ પોકસોની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જેનો ખાર રાખી આરોપીએ સગીરાને કેસ પાછો ખેંચી લેવા ખુનની ધમકી આપી માર માર્યો હતો. આરોપી મુળ બિહારનો વતની અને દારૂનો ધંધો કરતો હોવાનું જણાવ્યુ હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.