ખંભાળિયાની લેબોરેટરીમાં થયેલી ચોરીના પ્રકરણમાં આરોપી ઝડપાયો

  ખંભાળિયાના નવાપરા વિસ્તારમાં આવેલી શ્રેય લેબોરેટરીમાંથી તાજેતરમાં રોકડ રકમની ચોરી સંદર્ભેનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આ પ્રકરણમાં એલ.સી.બી. પી.આઈ કે.કે. ગોહિલના વડપણ હેઠળ…

 

ખંભાળિયાના નવાપરા વિસ્તારમાં આવેલી શ્રેય લેબોરેટરીમાંથી તાજેતરમાં રોકડ રકમની ચોરી સંદર્ભેનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આ પ્રકરણમાં એલ.સી.બી. પી.આઈ કે.કે. ગોહિલના વડપણ હેઠળ હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ, જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના લુહાર શાળ વિસ્તારમાં રહેતા જીગર હરેશભાઈ રાઠોડ નામના 23 વર્ષના શખ્સને પોલીસે ઝડપી લઇ, આગવી ઢબે પૂછપરછ કરતા તેના દ્વારા શ્રેય લેબોરેટરીમાં કરેલી રોકડ રકમની ચોરીની કબુલાત આપવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસે રૂૂપિયા 17,000 નો મુદ્દામાલ કબજે કરી, આગળની કાર્યવાહી કરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *