દસાડાના અખિયાણા નજીક અકસ્માત: બનેવીની નજર સામે જ સાળાનું મોત

લખતરના કડુથી સાળા-બનેવી બાઈક પર લગ્નમાં જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો માલવણ હાઈવે પર દસાડા તાલુકાના અખીયાણા ગામ પાસે અજાણ્યા વાહનના ચાલકે બાઈકને અડફેટે…

લખતરના કડુથી સાળા-બનેવી બાઈક પર લગ્નમાં જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો

માલવણ હાઈવે પર દસાડા તાલુકાના અખીયાણા ગામ પાસે અજાણ્યા વાહનના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર સાળા-બનેવી પૈકી સાળાનું ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું છે. કડુ ગામના શખ્સનું અકસ્માત મોત નીપજતા બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

લખતર તાલુકાના કડુ ગામે રહેતા ઘનશ્યામભાઈ માધાભાઈ પાડીવાડીયા તેમના બનેવી વિજયભાઈ પનારા સાથે બાઈક પર લગ્ન પ્રસંગમાં જઈ રહ્યાં હતાં. તે દરમિયાન હાઈવે પર આવેલા દસાડા તાલુકાના અખીયાણા ગામના પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈને અડફેટે લેતા સાળા-બનેવી બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યલન્સ મારફતે સારવાર અર્થે પાટડી સરકરી હાસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ સાળા ઘનશ્યામભાઈ પાડીવાડીયા (ઉ.વ.35)નું કરૂૂણ મોત નીપજ્યું હતું.

જ્યારે બનેવી વિજય પનારાને અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી હોય સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં ઘટના સ્થળે તેમજ પાટડી હોસ્પીટલ ખાતે મૃતકના પરિવારજનો સહિત સમાજના આગેવાનો અને હોદ્દેદારો હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી. જ્યારે અકસ્માતમાં મૃતક ઘનશ્યામભાઈના મોતથી પત્ની અને બે સંતાનો સહિત પરિવારજનો પર આભ તુટી પડયું હતું અને સમગ્ર ગામમાં પણ શોકનો માહોલ જોવા મળ્યો હતો. હાલ પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *