અમરેલી જિલ્લાના સાવરકુંડલા જેસર રોડ બાયપાસ ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો.તારીખ 26 ફેબ્રુઆરી 2025 બુધવારના રોજ રાત્રિના સમયે પીપાવાવ અમરેલી નેશનલ હાઇવે પર આ અકસ્માતની ઘટના બની હતી. ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસના મુસાફરો જુનાગઢ પરિક્રમા કરી બગદાણા જતા હતા છે. આ બસમાં 35 જેટલા મુસાફરો સવાર હતા જેમાંથી 15 જેટલા મુસાફરોને વધારે ઈજા પહોંચી હોવાના સમાચાર સામે આવ્યા છે. ઇજાગ્રસ્ત મુસાફરોને 108 મારફત સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માત સર્જાયો તે જગ્યા ડી.કે.પટેલ ની વાડી પાસે બની હતી. ઘટનાની જાણ થતા ડી.કે.પટેલ એ ત્યાં પહોંચી 108 ને જાણ કરી હતી અને ઇજા પામેલ મુસાફરોને તાત્કાલિક સાવરકુંડલા હોસ્પિટલમાં રિફિર કરેલ છે અને બાકી ના 20 મુસાફરોને પોતાની વાડીમાં જમવાની વ્યવસ્થા કરી હતી. જે ડી.કે.પટેલ, હિંમતભાઈ લાખાણી, ઘનશ્યામભાઈ અને પટેલ જ્ઞાતિના આગેવાનોએ વ્યવસ્થા કરેલ હતી. અને અકસ્માતની ઘટનાને લઇ નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. વારંવાર બાયપાસ ચોકડી પાસે અકસ્માતની ઘટના દિવસે ને દિવસે વધતી જાય છે. અકસ્માતની ઘટનાને રોકવા સ્થાનિકો દ્વારા સ્પીડબ્રેકર મૂકવાની લેખિત રજૂઆત પણ કરી ચૂક્યા છે. ત્યારે વહેલી તકે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ઇજાગ્રસ્તોના નામ
– ભારતીબેન દિલીપભાઈ વસાવા (ઉ.40) ગામ કંટારીયા ભરૂચ
– કોમલબેન વસાવા ઉ.17( ભરૂચ)
– અરુણ અરવિંદભાઈ વસાવા (ઉ.28) માંડણ (ભરૂચ)
– હિતેશ રણજીતભાઈ વસાવા (ઉ.20) કંટાળીયા ભરૂચ
– જીગ્નેશ ગંભીરભાઈ વસાવા ઉ.40 કંટાળીયા,ભરૂચ
– મંજુલાબેન સૂકાભાઈ વસાવા ઉ.42 વડલા ભરૂચ
– આશિષ સંજયભાઈ રાઠોડ ઉ.18 નાનેરા ભરૂચ
– ઝહિર અહેમદ ભાઈ મલેક ઉ.70 લુવારા (ભરૂચ)
– કપિલા બેન દિનેશભાઈ વસાવા ઉ.52 લુવારા (ભરૂચ)
– વિનીત જયંતભાઈ વસાવા ઉ.21 માંગરોળ (ભરૂચ)
– સોનીબેન ગંભીર ભાઈ વસાવા ઉ.40 કઠાંળીયા
– રતન બેન કિશોરભાઈ ઉ.40 ભરૂચ
– રંગુબેન અશોક ભાઈ વસાવા ઉ.50 કઠાંળીયા ભરૂચ
– ભીખાભાઈ અશોક ભાઈ વસાવા ઉ.27 કઠાંળીયા ભરૂચ
– ઇકબાલ મલિક ઉ.35 કઠાંળીયા ભરૂચ
– મંજુલાબેન અશોકભાઈ વસાવા ઉ.40 કઠાંળીયા ભરૂચ
– કિશન નટવર ભાઈ વસાવા ઉ. 25 કઠાંળીયા ભરૂચ
– આફતાબ આસિફ મલેક ઉ.18 કઠાંળીયા ભરૂચ
– ક્રિષ્ના ભીખાભાઈ વસાવા ઉ.3 કઠાંળીયા ભરૂચ
– સોનલ અજયભાઈ રાઠોડ ઉ.24 કઠાંળીયા ભરૂચ
– કંચનબેન ડાયાભાઈ વસાવા ઉ.45 નાંનેરા ભરૂચ
– રતનબેન રમેશભાઈ વસાવા ઉ.40 અમલેશ્વર ભરૂચ
– કમલેશભાઈ રમેશભાઈ વસાવા ઉ.27 ભરૂચ
