માલિયાસણ પાસે વિદ્યાર્થીઓથી ભરેલી બસ અને કાર વચ્ચે અકસ્માત

કુવાડવા રોડ પર માલિયાસણ નજીક સવારે મહીસાગર તરફની સ્કૂલ પ્રવાસની બસ અને એક્સયુવી કાર વચ્ચે અકસ્માત સર્જાતા બંને વાહનમાં આગળના ભાગે નુકસાની થઇ હતી. બસમાં…

કુવાડવા રોડ પર માલિયાસણ નજીક સવારે મહીસાગર તરફની સ્કૂલ પ્રવાસની બસ અને એક્સયુવી કાર વચ્ચે અકસ્માત સર્જાતા બંને વાહનમાં આગળના ભાગે નુકસાની થઇ હતી. બસમાં સ્કૂલના છાત્રો હોઇ આ અકસ્માતને પગલે દેકારો મચી ગયો હતો. આ અકસ્માતને કારણે એક બે પ્રવાસી છાત્રોને સામાન્ય ઇજાઓ થતાં 108 બોલાવાઈ હતી અને સારવાર અપાઇ હતી.

મહીસાગર ટ્રાવેલ્સ ખાનગી બસ અને મહિન્દ્રાની બોલેરો વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. જો કે બપોર સુધી આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં કોઈ નોંધ કરાવવામાં આવી નહોતી. આ અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. અકસ્માતગ્રસ્ત પ્રવાસની બસ, બોલેરો અને બસમાં પ્રવાસમાં જોડાયેલા છાત્રો તથા ઘટના સ્થળે લોકો, ઈજાગ્રસ્ત જોઇ શકાય છ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *