ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) ઉના પોલીસ સ્ટેશન માં ત્રાટકી હતી અને સફળ ટ્રેપ ગોઠવી GRD જવાનને રૂૂ.500ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઉના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સંજયભાઈ કરશનભાઈ મકવાણા (ૠછઉ) એ ફરિયાદીના મિત્રના ચાલ-ચલગત નો દાખલો કાઢી આપવા માટે રૂૂ.500થી રૂૂ.1,000ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદીએ ACBનો સંપર્ક કરતાંએજન્સીએઆયોજન બદ્ધ ટ્રેપ ગોઠવી હતી અને કોઈ ને ગંધ ન આવે તે રીતે રેઈડ કરી હતી દરમિયાન GRD જવાન સંજય મકવાણા એ ઉના પોલીસ સ્ટેશનના ક્રાઇમ રાઇટરના રૂૂમમાં જઈ ફરિયાદી પાસેથી રૂૂ.500ની લાંચ સ્વીકારી હતી. તે જ સમયે ACBની ટીમે દરોડો પાડી આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો. આરોપી પાસેથી રૂૂ.500ની લાંચની રકમ પણ કબજે કરવામાં આવી હતી.
આ સમગ્ર ટ્રેપની કાર્યવાહી પોરબંદર ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ગમાર તથા તેમની ટીમે હાથ ધરી હતી. કામગીરીનું સુપરવિઝન બી.કે. ગમાર (ઇન્ચાર્જ મદદનીશ નિયામક, ACB એકમ જૂનાગઢ) દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર કામગીરી નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલા (ACB રાજકોટ)ના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી.આ અંગે ACB દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
