દૂધસાગર રોડ ઉપર ફ્લેટનો કબજો લેવા ગયેલા રેવન્યુ સ્ટાફ સાથે ગાળાગાળી

બાકીદારના પુત્ર અને મહિલા આગેવાને કરી માથાકૂટ રાજકોટ શહેરના દૂધસાગર રોડ ઉપર સરફેસી એક્ટ હેઠળ બાકીદારની મિલ્કતનો કબ્જો લેવા ગયેલા મામલતદાર કચેરીના સ્ટાફ સાથે બાકીદાર…

બાકીદારના પુત્ર અને મહિલા આગેવાને કરી માથાકૂટ

રાજકોટ શહેરના દૂધસાગર રોડ ઉપર સરફેસી એક્ટ હેઠળ બાકીદારની મિલ્કતનો કબ્જો લેવા ગયેલા મામલતદાર કચેરીના સ્ટાફ સાથે બાકીદાર પરિવારે બોલાચાલી-ગાળાગાળી કર્યાની ઘટના બની છે.

રાજકોટ શહેરના દૂધસાગર રોડ ઉપર આવેલ રીધ્ધી સિદ્ધિ હા. સો. શેરી નં.-4 મા સીટી સર્વે વોર્ડ નંબર 12, ટીપી સ્કીમ નંબર 7 એફપી નંબર 87,91 તથા 94, રેવન્યુ સર્વે નં.167 તથા 168 પૈકીના ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ 309 એમ.આઈ.જી. ડેરી લેન્ડ સ્કીમ હેઠળ બનાવવામાં આવેલ ફ્લેટસ પૈકી ફ્લેટ નંબર એમ-1041નો કબજો તારીખ:-17/12/2024 ના રોજ ઘી સિક્યુરાઈઝેન એક્ટ હેઠળ મિલકત નો કબ્જો લઈ પિરામલ હાઉસિંગ ફાઇનાન્સ લી. ના અધિકૃત અધિકારીને કબજો સોપવામાં આવ્યો હતો.

મિલકત ઉપર તા. 31/08/2017 સુધીની બાકી પડતી લહેણી રકમ રૂૂ. 6,46,702-00 પૈસા અને ત્યારબાદના ચડત વ્યાજની રકમની વસુલાત માટે કબજો લેવામાં આવ્યો. આ કાર્યવાહી દરમિયાન સ્થનિકે મંજુરઆલમ રહેમતુલ્લાન શેખસીદીકીના પુત્રો તથા સામાજિક કાર્યકર દરવાન નજમાબેન દ્વારા ચાલુ વિડીયો શૂટિંગ દરમ્યાન બેંક ના અધિકૃત અધિકારી અને મામલતદાર ઓફિસના સ્ટાફ સાથે ઘર્ષણ કરવામાં આવેલ અને અપશબ્દો પણ બોલવામાં આવેલ તેમ છતાં સર્કલ ઓફિસર દ્વારા મિલક્ત નો કબજો લઇ બેંક ના અધિકૃત અધિકારીને સોંપી આપેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *