અભિષેક શર્માની તોફાની બેટિંગ, એક કલાકમાં 45 છગ્ગા ફટકાર્યા

ટી-20 આંતરરાષ્ટ્રીયનો વર્લ્ડ નંબર-વન બેટ્સમેન અભિષેક શર્મા હાલમાં વન-ડે ફોર્મેટની વિજય હઝારે ટ્રોફીમાં ધમાલ મચાવી રહ્યો છે આ ટૂર્નામેન્ટનો નવો રાઉન્ડ શરૂૂ થાય એ પહેલાં…

ટી-20 આંતરરાષ્ટ્રીયનો વર્લ્ડ નંબર-વન બેટ્સમેન અભિષેક શર્મા હાલમાં વન-ડે ફોર્મેટની વિજય હઝારે ટ્રોફીમાં ધમાલ મચાવી રહ્યો છે આ ટૂર્નામેન્ટનો નવો રાઉન્ડ શરૂૂ થાય એ પહેલાં પંજાબના આ લેફ્ટ-હેન્ડ ઓપનરે નેટ પ્રેક્ટિસમાં કમાલની ફટકાબાજી કરી છે.

અભિષેકે ખાસ કરીને સ્પિન બોલર્સની બોલિંગની ધુલાઈ કરી હતી. તેણે સત્ર દરમ્યાન કુલ મળીને 45 છગ્ગા ફટકાર્યા હતા. નેટમાં સ્પિન બોલર્સને પિચ પર સારા ટર્ન મળી રહ્યા હતા છતાં અભિષેકે પોતાની રણનીતિ સ્પષ્ટપણે બતાવી દીધી હતી. તેણે છગ્ગાનો જાણે વરસાદ વરસાવ્યો હતો. એક પછી એક સિક્સર ફટકારીને તેણે સ્પિનર્સની બોલિંગને ચીંથરેહાલ કરી મૂકી હતી. તેણે સતતપણે ઑફ-સ્પિન, લેગ-સ્પિન અને લેફ્ટ-આર્મ ઑર્થોડોક્સ બોલર્સનો સામનો કર્યો હતો. તેના ઘણા શોટમાં બોલ એક્સ્ટ્રા કવરમાંથી બાઉન્ડરી લાઇન તરફ ગયો હતો. તેના કેટલાક ઊંચા શોટમાં બોલ નજીકની ઇમારત નજીક ઘરોમાં પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *