આરતી કંવરની કેન્દ્રમાં નિમણૂક, ટી. નટરાજનને સ્ટેટ GSTનો હવાલો

  ગુજરાત કેડરના વરિષ્ઠ આઈએએસ અધિકારીઓની બદલી અને નવી નિમણૂક અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ આદેશોમાં 2001ની બેચના આઈએએસ અધિકારી…

 

ગુજરાત કેડરના વરિષ્ઠ આઈએએસ અધિકારીઓની બદલી અને નવી નિમણૂક અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ આદેશોમાં 2001ની બેચના આઈએએસ અધિકારી આરતી કંવરની સેવાઓ હવે કેન્દ્ર સરકારને સોંપવામાં આવી છે, જ્યારે તેમની ખાલી પડેલી જગ્યાનો વધારાનો કાર્યભાર અન્ય વરિષ્ઠ અધિકારીને સોંપાયો છે.

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, મુખ્ય ફેરફારો મુજબ અમદાવાદના સ્ટેટ ટેક્સના ચીફ કમિશનર તરીકે કાર્યરત આરતી કંવર (IAS: 2001) ની બદલી કરવામાં આવી છે. તેમની સેવાઓ ભારત સરકારના ટેક્સટાઈલ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે નિમણૂક માટે કેન્દ્રને સોંપવામાં આવી છે. તેઓ 6 એપ્રિલ, 2026 થી આ નવી જવાબદારી સંભાળશે.

આરતી કંવરની બદલીના કારણે ખાલી પડેલી ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સની જગ્યાનો વધારાનો હવાલો ડો. ટી. નટરાજન (IAS: 1996)ને સોંપવામાં આવ્યો છે. ડો. નટરાજન હાલમાં ગાંધીનગર સચિવાલય ખાતે નાણા વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) તરીકે કાર્યરત છે. તેઓ આગામી આદેશ સુધી પોતાની વર્તમાન જવાબદારી સાથે સ્ટેટ ટેક્સ કમિશનરનો પદભાર પણ સંભાળશે. આ આદેશો રાજ્યપાલના આદેશથી જીએડી (પર્સનલ) ના એડિશનલ ચીફ સેક્રેટરી ડો. અંજુ શર્મા દ્વારા જારી કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *