જામનગર પંથકના રાજકારણમાં ‘આપ’ની એન્ટ્રી

6 તા.પં.માંથી એકમાં આમ આદમી પાર્ટીનો કબજો: કુલ 18 બેઠક પર ઝાડુ ફર્યું જામનગર જિલ્લા ની છ તાલુકા પંચાયતની 112 બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા હાથ…

6 તા.પં.માંથી એકમાં આમ આદમી પાર્ટીનો કબજો: કુલ 18 બેઠક પર ઝાડુ ફર્યું

જામનગર જિલ્લા ની છ તાલુકા પંચાયતની 112 બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાંથી પાંચ બેઠકો બિનહરીફ થયા પછી 107 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં આજે મત ગણતરી થતા પાંચ તાલુકા પંચાયત માં ભાજપ એ કેસરિયો લહેરાવ્યો છે. જ્યારે એક તાલુકા પંચાયત માં આમ આદમી પાર્ટી એ સત્તા હાંસલ કરી છે. જામનગર જિલ્લા ની છ તાલુકા પંચાયત ની સામાન્ય ચૂંટણી ની મ આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જામનગર તાલુકા પંચાયતની કુલ 26 બેઠક માંથી 23 બેઠકો ભાજપે કબજે કરી છે. જ્યારે એક કોંગ્રેસ અને બે બેઠકો પહલા જ બિન હરીફ થવા પામી હતી.

ધ્રોળ તાલુકા પંચાયતની 16 બેઠકમાંથી 14 બેઠક ભાજપ ને ફાળે ગઈ છે .જ્યારે બે બેઠકો ઉપર આમ આદમી પાર્ટી ના ઉમેદવાર વિજેતા થયા છે. જોડીયા તાલુકા પંચાયતની 16 બેઠકમાંથી ભાજપને 11 બેઠકો મળી છે. જ્યારે આપ ને બે અને કોંગ્રેસ.ને ત્રણ બેઠકો મળી છે.

જામજોધપુર તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠકોમાંથી 11 બેઠકો ઉપર ભાજપે કેસરિયો લહેરાવ્યો છે. જ્યારે સાત બેઠકો આમ આદમી પાર્ટી એ કબજે કરીને મજબૂતીથી વિપક્ષનું સ્થાન હાંસલ કર્યું છે. કાલાવડ તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો માંથી 14 બેઠકો ભાજપ ને ફાળે ગઈ છે જ્યારે બે કોંગ્રેસને એક અપક્ષ અને એક આમ આદમી પાર્ટી બેઠક ને મળી છે.

જ્યારે લાલપુર તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી 10 બેઠકો ઉપર આમ આદમી પાર્ટી એ કબજો જમાવ્યો છે. ત્યારે છ બેઠકો ભાજપને મળી છે.તથા એક બેઠક કોંગ્રેસ ને અને એક બેઠક અપક્ષ ને મળી છે. આમ જામનગર જિલ્લા ની છ તાલુકા પંચાયત માંથી પાંચ તાલુકા પંચાયત માં ભાજપે વિજય વાવટો ફરકાવી દીધો છે.

જામનગર જિ.પં.માં પણ આપ પાર્ટી ત્રણ બેઠક લઇ ગઇ
જામનગર જિલ્લા પંચાયતમાં ફરી એક વખત ભાજપે સત્તાનું સૂકાન સંભાળ્યું છે. અને કુલ 24 માંથી 18 બેઠકો કબજે કરી છે. જામનગર જિલ્લા પંચાયત ની 24 બેઠક માટે યોજાયેલી ચૂંટણી પ્રકિયા માંથી અગાઉ 1 બેઠક બિનહરીફ જાહેર થઈ હતી. જ્યારે 23 બેઠકો માટે ગત રવિવારે મતદાર યોજાયા પાછી આજે મતગણતી કરવામાં આવી હતી. જેમાં 18 બેઠકો ભાજપ ને મળી છે. જ્યારે ત્રણ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર બે બેઠક ઉપર કોંગ્રેસના અને એક બેઠક અગાઉ બિન હરીફ જાહેર થઈ છે. આમ જામનગર જિલ્લા પંચાયતમાં ફરી એક વખત ભાજપે સત્તાનું શું કામ સંભાળ્યું છે. જે બેઠકો ભાજપને મળી છે તેમાં આમરા , આલિયા , બેડ , ચેલા , ધુવાવ,. ધુતારપર , ગીગાણી ,ખીમરાણા ,મોરકંડા , જોડીયા , ખરેડી , ખારવા , લાલપુર ,લતીપુર , નવાગામ , સતાપર , સિંગચ અને શેઠ વડાળા બેઠક નો સમાવેશ થાય છે. જ્યારે ભાણગોર , મોટી ગોપ અને પીપરટોડા ની બેઠકો આમ આદમી પાર્ટી ને મળી છે. તથા ખંઢેરા અને નિકાવા ની બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે જ્યારે પીઠડ ની બેઠક બિન હરીફ થવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *