જેતપુર પંથકના યુવકને કોર્ટમાં ડ્રાઇવરની નોકરી અપાવી દેવાના બહાને ગઠિયાએ 2 લાખ પડાવ્યા

  અમરેલી જિલ્લામાં સરકારી નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરતી ટોળકીઓ સક્રિય થઈ હોય તેમ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક શખ્સે પોતાની ઓળખ અમરેલી…

 

અમરેલી જિલ્લામાં સરકારી નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરતી ટોળકીઓ સક્રિય થઈ હોય તેમ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક શખ્સે પોતાની ઓળખ અમરેલી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજના પી.એ. તરીકે આપીને જેતપુરના એક યુવકને કોર્ટમાં ડ્રાઈવર તરીકેની નોકરી અપાવવાની લાલચ આપી રૂૂ. 2.03 લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદ થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ જેતપુર તાલુકાના ખજુરી ગુંદાળા ગામના અને ખેતીકામ કરતા નિકુંજ કડવાભાઈ બુટાણી (ઉ.વ. 27) નામના યુવકની મુલાકાત બગસરાના માવજીંજવા ગામના પ્રકાશ ઉર્ફે બાબુ રવજીભાઈ દાફડા સાથે થઈ હતી. પ્રકાશે પોતાને સરકારી કર્મચારી ગણાવી એવો દાવો કર્યો હતો કે, તે અમરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજનો પર્શનલ આસિસ્ટન્ટ છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે હાલ તે વિવિધ કોર્ટના મોનિટરિંગનું કામ કરે છે અને હાલમાં અમરેલી કોર્ટમાં ડ્રાઈવરની ભરતી ચાલુ છે. જેથી નિકુંજને નોકરીની જરૂૂર હોવાથી આરોપીએ લાલચ આપી હતી કે, તમારૂૂં ભણતર ઓછું હોવા છતાં હું સેટિંગ કરીને તમને ડ્રાઈવર તરીકે લગાડી દઈશ. આ માટે રૂૂ.5 લાખની માંગણી કરી હતી, પરંતુ રકઝક બાદ રૂૂ.2 લાખમાં સોદો નક્કી થયો હતો.

બાદમાં યુવાને વિશ્વાસમાં આવીને ગૂગલ પે મારફતે કુલ રૂૂ. 2,03,00 આરોપીના ખાતામાં જમા કરાવ્યા હતા. આરોપીએ 30 દિવસમાં ઓર્ડર મળી જશે તેવો વાયદો કર્યો હતો. ત્યારબાદ બગસરા બોલાવીને યુવકને એક નિમણૂક પત્ર આપ્યો હતો, જેમાં અમરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટના રજિસ્ટ્રારની ડિજિટલ સહી હતી. ગત 8 સપ્ટેમ્બરના રોજ જ્યારે યુવક આ ઓર્ડર લઈને અમરેલી કોર્ટમાં હાજર થવા પહોંચ્યો, ત્યારે ત્યાંના રજિસ્ટ્રાર દ્વારા તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે આવી કોઈ ભરતી જ થઈ નથી અને આ ઓર્ડર સંપૂર્ણપણે બનાવટી છે. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *