બોટાદના ગઢડિયાની યુવતીને કારમાં લિફટ આપવાના બહાને અવાવરૂ જગ્યાએ લઇ જ્ઇ છેડતી

બોટાદ જિલ્લાના ગઢડીયા ગામની એક કોલેજિયન યુવતી સાથે છેડતી અને શારીરિક સંબંધ બાંધવાના પ્રયાસની ફરિયાદ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ…

બોટાદ જિલ્લાના ગઢડીયા ગામની એક કોલેજિયન યુવતી સાથે છેડતી અને શારીરિક સંબંધ બાંધવાના પ્રયાસની ફરિયાદ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે તપાસ શરૂૂ કરી છે.ફરિયાદ મુજબ, યુવતી પરીક્ષા આપીને પાળીયાદ બસ સ્ટેન્ડ પર ઉતરી હતી. તે પોતાના ગામ ગઢડીયા જવા નીકળી ત્યારે ગામનો જ એક શખ્સ બાઇક પર પસાર થયો. યુવતીએ તેની પાસેથી લિફ્ટ માંગી.

રસ્તામાં ચામુંડા માતાજીના મંદિર પાસે બાઇક ઊભી રાખી આરોપીએ યુવતીને આંખમાં કંઈક પડ્યાનું કહી આંખ જોવા કહ્યું. યુવતી આંખ જોતી હતી ત્યારે આરોપીએ તેનો હાથ પકડી અવાવરૂૂ જગ્યાએ લઈ જઈ છેડતી કરી. બૂમો પાડશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. તે દરમિયાન રોડ પરથી અન્ય બાઇકચાલક પસાર થતાં આરોપી યુવતીને છોડીને ભાગી ગયો. યુવતીએ પરિવારજનોને જાણ કરતા, પાળીયાદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *