ચારિત્ર પર શંકા કરતી મહિલાના ડરથી અમરેલીની યુવતી રાજકોટ પહોંચી, ત્રણ લોકોએ પીછો કર્યો

181 મહિલા હેલ્પલાઇનની ટીમે યુવતીને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો ગુજરાત સરકાર દ્વારા સંચાલિત 181 અભયમ મહિલા હેલ્પલાઇન સેવા મહિલા સુરક્ષા માટે દિવસ રાત…

181 મહિલા હેલ્પલાઇનની ટીમે યુવતીને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો

ગુજરાત સરકાર દ્વારા સંચાલિત 181 અભયમ મહિલા હેલ્પલાઇન સેવા મહિલા સુરક્ષા માટે દિવસ રાત ઉપલબ્ધ છે ત્યારે એક 24 વર્ષીય યુવતી અન્ય મહિલા તેના ભાઈ સાથે મળી પોતાને મારશે તેવો ભયથી છેક અમરેલીથી રાજકોટ આવી પહોંચી હતી. યુવતીએ 181 ઉપર સંપર્ક કરતા અભયમ ટીમે તુરંત મદદ કરી યુવતીને આશ્રય અપાવ્યો હતો.

વિસ્તૃત વિગત જોઈએ તો, રાજકોટ શહેરમાંથી એક પીડિતા બહેને 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કર્યો હતો અને મદદ માંગી હતી. જેથી 181 ટીમના કાઉન્સિલર મનિષા પરમાર, કોન્સ્ટેબલ રોજીબાનુ અને પાયલોટ જયભાઈ તત્કાલ સ્થળ પર પહોંચેલ હતા. કાઉન્સેલિંગ કરતા પીડિતા બહેને જણાવ્યું કે, હું મૂળ પશ્ચિમ બંગાળની વતની છું. રોજીરોટી કમાવવા દોઢ વર્ષથી ગુજરાત આવી અમરેલી ખાતે કેટરર્સનું કામ કરું છું. હું જ્યાં કામ કરવા જતી હતી તે મહિલા મારવા માટે આવેલ છે. તે મહિલાને શંકા છે કે, મારે તેના પતિ સાથે અફેર છે. તે મહિલાએ મારી ઉપર આરોપ લગાવેલ કે, તેમના પતિ સાથે હું રિલેશનમાં છું. અમરેલી ખાતે મારી સાથે મારપીટ કરસે તેની બીક હતી. જેથી હું અમરેલીથી રાજકોટ આવી હાલ અહીંની એક હોટલમાં રોકાઈ છું. હું જે હોટેલમાં હાલ રહું છું તેની જાણ આ મહિલાને થઈ જતા તે મહિલા પોતાના ભાઈ અને જેઠ સહિતના લોકોને લઈ રાજકોટ આવી છે. તે લોકો મને મારશે. હાલ તેઓ બધા હોટેલ બહાર જ ઉભા છે. હું ખૂબ ડરી ગઈ છું. પીડિતા બહેને એમ પણ જણાવ્યું કે, મારે તે મહિલાના પતિ સાથે અફેર નથી. પણ તે મહિલાની કોઈએ કાન ભંભેરણી કરી છે.

181ની ટીમે હોટલ બહાર ઉભેલ મહિલાનું પણ કાઉન્સેલિંગ કર્યું હતું. જેના પરથી જાણવા મળેલ કે ઓટી સાથે અફેરની વાત તેને બીજા લોકોએ કહેલ છે. જેથી ફક્ત યુવતી સાથે સ્પષ્ટતા કરવા જ રાજકોટ આવેલ છે. અભય ટીમે મહિલાના પતિ સાથે ટેલિફોનિક વાત કરી હતી. તેણે પણ અફેર હોવાની વાતને રદિયો આપ્યો હતો અને યુવતી સાથે કોઈ સંબંધ ન હોવાનું કહ્યું હતું. બધા પક્ષનું સાંભળીને યુવતીને કાનૂની માર્ગદર્શન આપ્યું હતું. યુવતીને હજુ પણ ડર હતો કે તે હોટલમાં રોકાશે તો કદાચ મહિલા સહિતના લોકો તેને માર મારશે. જેથી યુવતીને સુરક્ષિત આશ્રયની જરૂૂર હોવાથી સખી વન સ્ટોપ સેન્ટર વિશેની માહિતી આપેલ તથા કાયદાકીય પ્રાથમિક માહિતી આપેલ અને માર્ગદર્શન આપેલ અને મહિલાને આશ્રય તથા લાંબા ગાળાના કાઉન્સેલિંગ માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવેલ હતો. આમ પરપ્રાંતથી રોજગારી માટે આવેલ યુવતીને મદદ આપી હતી. યુવતીએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *