સંક્રાંત પહેલાં ત્રીજી ઘટના, એકના એક પુત્રના મોતથી પરિવાર હતપ્રભ
ઉત્તરાયણની હજી એક મહિના જેટલી વાર છે, છતાં લોકો પતંગો ચગાવવા લાગ્યાં છે. જેના કારણે અત્યારે ફરી એક અહિત ઘટના બની છે. મહેસાણામાં એક વ્યક્તિનું દોરીથી ગળું કપાઈ જતા યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. મહેસાણાના આંબલિયાસણ રેલ્વે ઓવરબ્રિજ પર બલિયાસણના 25 વર્ષીય યુવકનું દોરીના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે.
યુવક પોતાની પત્ની સાથે બાઈક પર પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન દોરી ગળામાં આવી જતા મોત થયું હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ઠાકોર મહેશજી પ્રતાજી નામના યુવકનું મોત થયું છે. ઠાકોર પરિવારના એકના એક દિકરાનું મોત થયા પરિવામાં શોકનો માહોલ છવાયો છે.
અમદાવાદ શહેરમાં પણ દોરીથી ગળુ કપાઈ જવાની ઘટના બની હતી. અગાઉ સુરતમાં ચાઈનીઝ દોરીથી એક યુવકનું ગળુ કપાવાની ઘટના બની હતી. જે બાબતે સુરત પોલીસ દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારે હવે બીજી ઘટના સામે આવતા સવાલો ઉઠ્યા છે.