આહીર ચોકમાં રાહદારી યુવાનને મિત્રોએ દારૂના નશામાં માર માર્યો

જંગલેશ્ર્વરમાં યુવાન ઉપર મહિલા સહિત બેનો હુમલો શહેરમાં બાબરીયા કોલોની વિસ્તારમાં આવેલા આહિર ચોકમાં રહેતો યુવાન રાત્રીના આહિર ચોકમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના…

જંગલેશ્ર્વરમાં યુવાન ઉપર મહિલા સહિત બેનો હુમલો


શહેરમાં બાબરીયા કોલોની વિસ્તારમાં આવેલા આહિર ચોકમાં રહેતો યુવાન રાત્રીના આહિર ચોકમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના જ મિત્રોએ દારૂૂના નશામાં માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસ માંથી જાણવા મળતી વિગત મુજબ બાબરીયા વિસ્તારમાં આવેલા આહીર ચોકમાં રહેતા ધર્મેન્દ્ર ભટીરામભાઈ ચૌધરી નામનો 25 વર્ષનો યુવાન રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં આહીર ચોકમાંથી પસાર થઈ રહ્યો હતો.

ત્યારે તેના મિત્ર રાજકિશોર અને અજાણ્યા ત્રણ શખ્સોએ રાહદારી મિત્ર ધર્મેન્દ્ર ચૌધરીને ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં જંગલેશ્વર વિસ્તારમાં આવેલી લેવા પટેલ સોસાયટીમાં રહેતા સેહજાદ સલીમભાઈ ખેરારા નામનો 29 વર્ષનો યુવાન ધર્મેન્દ્ર રોડ ઉપર હતો.


ત્યારે જેતુનબેન અને જાવેદ નામના શખ્સોએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. સેહજાદ ખેરારાને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *