પારકા ઝઘડામાં સમાધાન કરવા વચ્ચે પડેલા યુવાનના કેફેમાં લુખ્ખાની તોડફોડ

શહેરના નિર્મલા રોડ પર પારકા ઝઘડામાં સમાધાન કરવા વચ્ચે પડેલા કેફે સંચાલકને આરોપીએ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી અને કેફેમાં તોડફોડ કરી 30 હજાર ની…

શહેરના નિર્મલા રોડ પર પારકા ઝઘડામાં સમાધાન કરવા વચ્ચે પડેલા કેફે સંચાલકને આરોપીએ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી અને કેફેમાં તોડફોડ કરી 30 હજાર ની નુકસાની કરતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

આ ઘટનામાં રૈયારોડ રામેશ્વર પાર્ક ગણેશ એપાર્ટમેન્ટમાં રહેતા ધાર્મિક રાજેનભાઈ બલદેવ(ઉ.વ.26)એ ફરિયાદમાં યશોધનસિંહ જેઠવાનું નામ આપતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.ધાર્મિકે ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું નિર્મળા મેઈન રોડ સોનાલી રેસ્ટોરંટની સામે મારે ક્રશ એન્ડ ક્રેવ નામની કેફે ચલાવું છું.

તા.25/05ના રાત્રીના સાડા દશેક વાગ્યાની આસપાસ હુ કેફે ખાતે હતો ત્યારે યશોધનસિંહ જેઠવાને કોઈ સ્વિગી વાળા સાથે સામાન્ય અકસ્માત થતા ઝઘડો કરતો હોય જેથી મારો ભાઈ જય તેને છુટા પાડવા ગયેલા બાદ મારા ભાઈ સાથે પણ આ યશોધનસિંહે બોલાચાલી ઝઘડો કર્યો હતો.બાદ બંન્ને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયેલ હતુ અને તેના નામ નંબર જેતે વખતે તેની પાસેથી લીધેલ હતા.બાદ થોડીવારમા ફરી વખત આવી મને ધમકી આપેલ કે તને જોઈ લઈશ, તારા ટાંટીયા ભાંગી નાખીશ, પણ આ બાબતે કોઈ ફરીયાદ કરી ન હતી.

ગઈ તા.27/05ના રાત્રીના હું નિર્મળા રોડ સોનાલી રેસ્ટોરંન્ટની સામે ક્રશ એન્ડ ક્રેવ નામની કેફે દુકાન ખાતે હતો તે દરમ્યાન આ સામાવાળા યશોધનસિંહ જેઠવા અમારી દુકાને આવેલ અને અમારી દુકાનના કાચના દરવાજાને કોઈ લાકડા વડે તોડી 30 હજારનું નુકશાન કરી ત્યાથી ભાગીને જતો રહ્યો હતો.આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *