રાજકોટ નજીક આવેલા લોધીકા તાલુકાનાં મેટોડામા કારખાનામા કામ કરતા શ્રમીક યુવાન પર લોખંડનો ગેટ પડતા યુવકને ગંભીર ઇજા પહોંચી હતી . સારવાર મળે તે પુર્વે જ યુવકનુ મોત નીપજતા શ્રમીક પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ લોધીકાનાં મેટોડા ખાતે ગેટ નં 3 મા આવેલા કારખાનામા કામ કરતા સાહીલ આસમોહંમદ મીયા અંસારી નામનો 19 વર્ષનો યુવાન સાંજનાં સમયે કારખાનામા હતો ત્યારે અકસ્માતે ગેટ માથે પડતા ઇજા પહોંચી હતી ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. જયા તેનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી હતી.
આ ઉપરાંત બીજા બનાવમા ગોંડલનાં ભંડારીયા ગામે રહેતા નાથાભાઇ બધાભાઇ સોંદરવા નામનાં 64 વર્ષના વૃધ્ધે માનસીક બીમારીથી કંટાળી ગોંડલ ચોક પાસે હતા ત્યારે એસીડ પી લીધુ હતુ. વૃધ્ધને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
