રેલનગરમાં દરજી કામ કરતા યુવકનો ધંધો નહી ચાલતા ઝેર પી આપઘાત

શહેરમાં રેલનગરમાં આવેલ લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં રહેતા અને દરજી કામ કરતા યુવાને ધંધો નહિ ચાલતા આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.…

શહેરમાં રેલનગરમાં આવેલ લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં રહેતા અને દરજી કામ કરતા યુવાને ધંધો નહિ ચાલતા આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં આવેલ લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં રહેતા અને દરજીકામ કરતા તેજસભાઈ જીતેન્દ્રભાઈ જેઠવા (ઉ.વ.35)એ બપોરના અરસામાં ઘરે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જયાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક તપાસમાં છેલ્લા થોડા સમયથી ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થીક ભીંસના કારણે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બીજા બનાવમાં માલધારી ફાટક પાસે આવેલ ગુલાબનગરમાં રહેતી મનીષાબેન પપ્પુભાઈ ઠાકોર નામની 28 વર્ષની પરણીતાએ ઘરકામ બાબતે પતિ સાથે બોલાચાલી થતા ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *