સોશિયલ મીડિયામાં ચેનલ ધરાવતો યુવાન દારૂના વીડિયો ઉતારવા જતા બૂટલેગરે માર માર્યો

  કાલાવડ રોડ પર નીલકંઠ પાર્કમાં રહેતા અને સોશિયલ મીડીયામાં ચેનલ ધરાવતો યુવાન આજે કેકેવી સર્કલ પાસે દેશી દારૂનો ધંધો કરતા શખ્સનો વીડીયો ઉતારવા જતા…

 

કાલાવડ રોડ પર નીલકંઠ પાર્કમાં રહેતા અને સોશિયલ મીડીયામાં ચેનલ ધરાવતો યુવાન આજે કેકેવી સર્કલ પાસે દેશી દારૂનો ધંધો કરતા શખ્સનો વીડીયો ઉતારવા જતા પિતા-પુત્રએ માર માર્યો હતો. આ મામલે માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી રહી છે.

બનાવની વધુ વિગતો અનુસાર કાલાવડ રોડ નીકલંઠ પાર્ક પાસે રહેતા કપીલ હરેશભાઇ દાફડા (ઉ.વ.25) નામનો યુવાન આજે કેકેવી હોલ પાસે ઝુંપડામાં દેશી દારૂ વેંચતો વીડીયો ઉતારવા ગયો ત્યારે તેમને અનીલ અને તેમના પુત્રએ પાઇપ વડે માર મારતા તેમને માથામાં અને શરીરે ઇજા થતા સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.
કપીલ પોતે સોશિયલ મીડીયામાં ચેનલ ધરાવે છે. આજે સવારે દેશી દારૂના ધંધા કરતા શખ્સોનો વીડીયો ઉતારવ ગયા ત્યારે માર માર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *