પત્ની સાથે મશ્કરીમાં લાગી આવતા બે મહિના પહેલા પરણેલા યુવાને ફાંસો ખાધો

શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા નવાગામમાં રહેતા અને બે મહિના પહેલા જ પરણેલા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં…

શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા નવાગામમાં રહેતા અને બે મહિના પહેલા જ પરણેલા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પત્ની સાથે મશ્કરી કરવામાં ચડભડ થતાં લાગી આવતા આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યુ છે.

જાણવા મળતી વિગત મુજબ નવાગામમાં રહેતા રવિ રાજુભાઈ જાંબુડિયા (ઉ.વ.21 નામના યુવાને આજે બપોરે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલહોિસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં રવિ બે ભાઈ એક બહેનમાં વચેટ અને બંગડીના કારખાનામાં મજુરી કામ કરે છે. બે મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા પત્ની ભારતી સાથે મશ્કરી કરવા બાબતે ચડભડ થતાં લાગી આવવાથી આ પગલું ભર્યાનું જાણવા મળ્યું છે. આ અંગે કુવાડવા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *