ભેંસાણ નજીક સુધપુર ગામે બાઇક સ્લિપ થતા ઘવાયેલા યુવકનું મોત

મધ્યપ્રદેશનો યુવાન પોતાના ઘરે જતો હતો ત્યારે બનાવ બન્યો જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના સુધપુર ગામે રહેતા યુવાન બાઇક લઇ ઘર તરફ આવતો હતો ત્યારે બાઇક…

મધ્યપ્રદેશનો યુવાન પોતાના ઘરે જતો હતો ત્યારે બનાવ બન્યો

જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના સુધપુર ગામે રહેતા યુવાન બાઇક લઇ ઘર તરફ આવતો હતો ત્યારે બાઇક અચાનક સ્લીપ થતા યુવાન ગંભીર રીતે ઘવાયો હતો. તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનુ સારવારમાં મોત નિપજ્યુ હતું. આ ઘટના મામલે પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.

સુધપુર ગામે રહેતા અને ખેત મજૂરી કરતા મુળ મધ્પપ્રદેશના વતની શાંતીલાલ રામલાલ અસ્તે (ઉ.વ.23)નામનો યુવાન ગત તા.25 જાન્યુઆરીના રોજ રાત્રીના આઠકે વાગ્યે બજારમાંથી ખરીદી કરી પોતાના ઘરે બાઇક લઇ પરત ફરતો હતો ત્યારે અચાનક બાઇક સ્લીપ થતા તેમને મોઢે અને શરીરે ગંભીર ઇજા થઇ હતી. જેથી તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનુ ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું. તેમને સંતાનમાં એક દીકરી છે અને પોતે ચાર ભાઇમાં મોટો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *