કરોડરજ્જુમાં ખામીને કારણે ‘ગોઠણભેર’ સિવિલમાં આવેલો યુવાન બંને પગે ચાલીને ગયો

પીડીયું મેડિકલ કોલેજના ડીન અને સિવિલ સર્જનની અધ્યક્ષતામાં ન્યુસર્જન ડો.ત્રિશાંત ચોટાઈ,સી.ડો.સચિન ભીમાણી અને રેસી.ડો.ફેનિલ શાહએ સફળતાપૂર્વક જટિલ ઓપરેશન પાર પાડ્યા અઠવાડિયામાં મંગળવાર અને શુક્રવારના રોજ…

પીડીયું મેડિકલ કોલેજના ડીન અને સિવિલ સર્જનની અધ્યક્ષતામાં ન્યુસર્જન ડો.ત્રિશાંત ચોટાઈ,સી.ડો.સચિન ભીમાણી અને રેસી.ડો.ફેનિલ શાહએ સફળતાપૂર્વક જટિલ ઓપરેશન પાર પાડ્યા

અઠવાડિયામાં મંગળવાર અને શુક્રવારના રોજ પીએમજેવાય બિલ્ડિંગમાં ઓપીડીનું કરાય છે આયોજન, એક દિવસના 130થી વધુ દર્દીઓનું નિદાન : આધુનિક સાધનો પણ ઉપલબ્ધ

સૌરાષ્ટ્રમાં સુધી મોટી ગણાતી રાજકોટની પંડિત દીનદયાળ સિવિલ હોસ્પિટલ જે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે.સૌરાષ્ટ્ર-કચ્છ માંથી જટિલ અને નાના મોટા દર્દ ધરાવતા લોકો અહીં સારવાર લેવા માટે આવે છે.ત્યારે રાજકોટમાં અગાઉ ન્યુરોલોજીસ્ટના તબીબ દ્વારા માત્ર ઓપીડી ચલાવવામાં આવતી હતી.પરંતુ થોડા વર્ષોથી સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન દ્વારા ઓપીડી પણ ચલાવવામાં આવે છે તેમજ જટિલ ઓપરેશનની સફળ સર્જરીઓ પણ કરવામાં આવે છે.સિવિલ હોસ્પિટલના પીએમજેવાય બિલ્ડિંગમાં ત્રીજા માળે ન્યુરોલોજી વિભાગમાં હાલ નિષ્ણાંત તબીબો કાર્યરત છે.જેમાં આ વિભાગના મુખ્ય વડા તરીકે ડો.ત્રિશાંત ચોટાઈ છે.ત્યારબાદ રેસી.તબીબ તરીકે ફેનિલ શાહ છે.હાલ દર મંગળવાર અને શુક્રવારે કરોડરજ્જુ અને મગજ તેમજ માથાને લગતા દર્દના દર્દીઓને તપાસવામાં આવે છે.એ સિવાયના દિવસોમાં સર્જરી અને જટિલ ઓપરેશન કરવામાં આવે છે.આ તબીબોની ટીમ 2023ની સાલથી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત છે.

ન્યુરોલોજીની તબીબી ટીમ દ્વારા એક દિવસમાં અંદાજીત 130થી 150 જેટલા દર્દીઓનું સચોટ નિદાન કરવામાં આવે છે.ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા મૂળ ગીરસોમનાથ જિલ્લાના ડો.ત્રિશાંત ચોટાઈએ જણાવ્યું હતું,સિવિલ હોસ્પિટલમાં ન્યુરોલોજી વિભાગ વિકસાવવામાં પીડીયું મેડિકલ કોલેજના ડીન ડો.ભારતીબેન પટેલ, સિવિલ સર્જન મોનાલીબેન માંકડિયા તેમજ સરકારનો ખુબ મહત્વનું યોગદાન છે.અહીંનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ તમામ એન્ડોસ્કોપીના સાધનો ઉપલબ્ધ છે.નર્સિંગ સ્ટાફ,ફિઝિયો થેરાપિસ્ટ અને અન્ય કર્મચારીઓ તરફથી પણ સતત સહકાર મળી રહ્યો છે.ત્યારે ડો.ચોટાઈ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે,સપ્ટેમ્બર-2024માં એક અજાણ્યો પુરુષ જેની અંદાજિત ઉમર 30 હતી.જે રખડતું ભટકતું જીવન જીવતો હતો તે અહીં હોસ્પિટલમાં દાખલ થયો હતો તે ગોઠણ વડે ઢસડીને ચાલતો હતો પોતાના પગ પર ઉભો થઇ શકતો નહોતો જેથી આ પ્રકારના કેસમાં યુવાનના તમામ રિપોર્ટસ કરાવવામાં આવ્યા હતા અને આ અંગે તેમના બંને પગ કરતા બંધ થઇ ગયા હતા અને તેમને કરોડરજ્જુના એલ1 મણકામાં ફ્રેક્ચર હોવાનું ખુલ્યું હતું આ ઓપરેશન કરવું જટિલ હતું.

જોકે ડો.ત્રિશાંત ચોટાઈએ તબીબ ડો.સચિન ભીમાણી અને ડો.ફેનિલ શાહ સાથે મળી સતત ત્રણ કલાકમાં સફળ ઓપરેશન કર્યું હતું તેમને મણકાના સ્થાને સ્ક્રુ અને રોડ નાખવામાં આવ્યું હતું.બાદમાં આ અજાણ્યા યુવાનને અહીં દાખલ રાખી ત્રણ અઠવાડિયા સુધી ફિઝિયો થેરાપિસ્ટ દ્વારા કસરત કરાવવામાં આવતા આ ગોઠણ સાથે ઢસડીને આવેલો વ્યક્તિ પોતાના પગ પર ચાલવા લાગ્યો હતો અને આ જટિલ ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડ્યું હતું.

છ મહિનાની બાળકીને કરોડરજ્જુ સાથે જોઈન્ટ જટિલ ગાંઠ સાત કલાકના ઓપરેશનથી દૂર કરી

લોકો તબીબને ભગવાન માને છે કેમકે તબીબો દ્વારા જટિલ ઓપરેશન કરી દર્દીને મોતના મુખમાંથી ધકેલાતા અટકાવે છે.ત્યારે ડો.ત્રિશાંત ચોટાઈએ જણાવ્યું હતું કે,અમરેલીના ધારીના વતની એક પરિવારની બાળકીને જન્મતા વેંત કરોડરજ્જુમાં ગાંઠ હતી જેને કારણે એક પગમાં પણ પેરેલીસીસ થઇ ગયું હતું.આ છ મહિનાની બાળકીને રાજકોટ પીડીયું સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી અને તેમના કરોડરજ્જુ પર મોટી ગાંઠ હતી તેમના રિપોર્ટ્સ કરાવ્યા બાદ લગભગ સાતેક કલાકના ઓપરેશન બાદ તે ગાંઠ સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી.તેમજ તેમને બે અઠવાડિયા અહીં ઓબ્જર્વેશનમાં રાખી હતી તેણી બંને પગ ચલાવી શકે તેવી રીતે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *