વીજ થાંભલા પર કબૂતર લેવા ચડેલા યુવાનને શોક લાગતાં મોત

  જામનગર માં ગોકુલ નગર નજીક શિવનગર વિસ્તારમાં એક યુવાનને પોતાના જ પાડેલા કબૂતરને વીજ પોલ પરથી નીચે ઉતારવા જતાં મોત મળ્યું છે.વીજ આંચકો લાગવાથી…

 

જામનગર માં ગોકુલ નગર નજીક શિવનગર વિસ્તારમાં એક યુવાનને પોતાના જ પાડેલા કબૂતરને વીજ પોલ પરથી નીચે ઉતારવા જતાં મોત મળ્યું છે.વીજ આંચકો લાગવાથી નીચે પટકાઈ પડતાં ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના ગોકુલ નગર નજીક શિવ નગર વિસ્તારમાં રહેતો શનિ ભાણજીભાઈ ગુજરીયા નામનો 22 વર્ષનો યુવાન કે જેણે કબૂતર પાડેલા હતા, અને પોતાનો પાળેલું એક કબૂતર નજીકના વિસ્તારમાં આવેલા વિજ થાંભલા પર બેઠેલું હતું, જેને ગઈકાલે મોડી સાંજે ઉતારવા જતાં અકસ્માતે વીજ આંચકો લાગ્યો હતો, અને નીચે પટકાઈ પડવાના કારણે હેમરેજ થઈ જતાં તેનું બનાવના સ્થળેજ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકની માતા મંગુબેન ભાણજીભાઈ ગુજરીયા એ પોલીસને જાણ કરતાં પી.એસ.આઇ.આર કે ખલીફા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવ ને લઈને મૃતક ના પરિવારમાં ભારે શોક મગ્ન વાતાવરણ બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *