જ્વેલર્સમાં ગ્રાહક બની આવેલો ગઠિયો વેપારીની નજર ચૂકવી દાગીના ચોરી ગયો

ગોકુળનગર આવાસ કવાર્ટર પાસે દુકાનનો બનાવ, આરોપી પોલીસ સકંજામાં શહેરના સામાકાંઠે ગોકુળનગર વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બની આવેલો ગઠીયો સોની વેપારીની નજર ચૂકવી સોનાની…

ગોકુળનગર આવાસ કવાર્ટર પાસે દુકાનનો બનાવ, આરોપી પોલીસ સકંજામાં

શહેરના સામાકાંઠે ગોકુળનગર વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બની આવેલો ગઠીયો સોની વેપારીની નજર ચૂકવી સોનાની બુટી ચોરી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી ગઠીયાને સંકજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ સંતકબીર રોડ પર હાઉસિંગ બોડ કવાર્ટર પાસે આવેલી બાલકૃષ્ણ સોસાયટીમાં રહેતા અને ગોકુળનગર આવાસ યોજના સોંપીગ સેન્ટરમાં મીરાજ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા કમલેશભાઇ લાધાભાઇ મુછાળા (ઉ.વ.65)નામના વેપારીએ થોરાળા પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.4-10ના સવારે તેઓ દુકાને ગયા હતા અને સાંજે છ વાગ્યાના અરસામાં તેઓ દુકાને હતા ત્યારે એક ગ્રાહક આવેલો જેણે સફેદ કલરનો શર્ટ અને બ્લુ કલરનું જીન્સનુ પેન્ટ પહેરેલુ હતુ ગ્રાહકે સોનાની બુટી બતાવાનુ કહેતા તેઓએ કબાટમાં રાખેલી અલગ અલગ સોનાની બુટી ટ્રેમાં રાખી બતાવી હતી. જેમાંથી તેણે એક બુટી ગમી જતા આ બુટી બાજુમાં રાખી હતી અને અન્ય વસ્તુઓ બતાવાનુ કહેતા તેઓ અન્ય વસ્તુઓ બતાવતા હતા. બાદમા તેણે આ વસ્તુ ગમતી નથી જેથી ફરિયાદએ બીજો માલ કાલે આવશે તેમ કહેતા ગ્રાહક હુ કાલે આવશી તેમ કહી ત્યાથી જતો રહ્યો હતો.

બાદમાં બીજા દિવસે વેપારી દુકાનમાં માલ ગોઠવતા હતા ત્યારે એક બુટીની જોડી ઓછુ હોવાનુ જાણવા મળતા આગલા દિવસે આગેલો ગ્રાહક તેમની નજર ચૂકવી સોનાની બુટીની જોડી વજન 3.700 મીલી, કિં.37500ની ચોરી કરી લઇ ગયો હતો.

આ અંગે થોરાળા પોલીસે ગ્રાહકના સ્વાંગમાં આવેલા અજાણયા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે બાતમીના આધારે બુટીની ચોરી કરનાર આરોપીને સંકજામાં લઇ લીધો હોવાનુ જાણવા મળ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *